Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોરેન્ટ ફાર્માના ડેટા ચોરીને ખંડણી માગવાનો કેસ:અમદાવાદ સેશન્સ કોર્ટે ઓડિશાના રહેવાસાની જામીન અરજી ફગાવી

    15 hours ago

    અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે કે.લોકનાથ સુબુધીની જામીન અરજી ફગાવી નાખી છે. જેની સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકે BNS અને IT એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. આરોપી સામે ટોરેન્ટ ફાર્મા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપી ઉપર આક્ષેપ છે કે કંપનીના કમ્પ્યુટર સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ કરી ઈ-મેઈલ, વ્યાપારિક દસ્તાવેજો, ગ્રાહકો, ડિસ્કાઉન્ટ સ્ટ્રક્ચર અને અન્ય ગોપનીય ડેટા ચોરી કર્યો હતો. આ ગોપનીય માહિતી સ્પર્ધકોને વેચી દેવાની ધમકી આપીને કંપની પાસેથી સ્પીડ પોસ્ટ દ્વારા દસ્તાવેજો મોકલી પહેલા 10 કરોડ રૂપિયા અને ત્યારબાદ 6 કરોડની ખંડણી માંગી હતી.આરોપી પાસેથી રેડમી 5G મોબાઈલ, ઇન્ટેલ કંપનીનું CPU, સ્પાઈરલ બુકલેટ અને 51 જેટલા ગુન્હાહીત કાગળો જપ્ત કરવામાં આવ્યા છે. અરજદારની પોતે નિર્દોષ હોવાની રજૂઆત અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તે નિર્દોષ છે અને સિનિયર સિટીઝન છે અને કંપનીમાંથી થેરાપી મેનેજર તરીકે નિવૃત્ત થયેલ છે. તેઓ કાયમી રહેવાસી છે, નાસી ભાગી જાય તેમ નથી અને તેમનો કોઈ ગુન્હાહિત ભૂતકાળ નથી. તમામ પુરાવા દસ્તાવેજી અને ઈલેક્ટ્રોનિક હોવાથી પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા નથી અને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની જરૂર નથી. આરોપી સામે ગોપનીય ડેટા ચોરી અને ખંડણી માગવાનો આરોપ કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે ગોપનીય ડેટાની ચોરી અને કરોડો રૂપિયાની ખંડણી માગવાના ગંભીર આક્ષેપો છે. સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને કેસમાં તપાસ તથા ચાર્જશીટ હજુ બાકી છે. સંજોગોને ધ્યાને રાખીને અદાલતે અરજદાર કે.લોકનાથ સુબુધીની રેગ્યુલર જામીન અરજી રદ્દ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુર અને દાહોદમાં 17 મહિનાથી વાઘની હાજરી:120 કિમીમાં હિલચાલ, વરસાદમાં ટ્રેસ કરવું મુશ્કેલ, વનકર્મીઓનું સતત પેટ્રોલિંગ, વાતાવરણ માફક આવી ગયું
    Next Article
    રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા વધુ 84 કર્મીઓની આંતરિક બદલી, અગાઉ 49 કર્મીને એક સાથે હેડક્વાર્ટરમાં મૂકાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment