Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુર અને દાહોદમાં 17 મહિનાથી વાઘની હાજરી:120 કિમીમાં હિલચાલ, વરસાદમાં ટ્રેસ કરવું મુશ્કેલ, વનકર્મીઓનું સતત પેટ્રોલિંગ, વાતાવરણ માફક આવી ગયું

    16 hours ago

    છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાની સરહદે ફરી એકવાર વાઘની હાજરીની પુષ્ટિ થતાં સમગ્ર વિસ્તારમાં વન વિભાગ સતર્ક બન્યો છે. છેલ્લા લગભગ 17 મહિનાથી દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાંથી છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ, કેવડી અને કુંડલ સહિતના જંગલોમાં એક નર વાઘની અવરજવર નોંધાઈ રહી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, દાહોદથી છોટાઉદેપુર સુધીના અંદાજે 120 કિલોમીટરના વિસ્તારમાં આ વાઘના આટાફેરા જોવા મળ્યા છે, જેના પગલે સરહદી જંગલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. રતનમહાલ અભ્યારણ્યમાં ટ્રેપ કેમેરામાં વાઘ કેદ વન વિભાગના રેકોર્ડ મુજબ, 22 એપ્રિલ, 2025ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રતનમહાલ અભ્યારણ્ય વિસ્તારમાં વાઘ ટ્રેપ કેમેરામાં કેદ થયો હતો. ત્યારથી સમયાંતરે તેની હિલચાલના પુરાવા મળતા રહ્યા છે. છોટાઉદેપુર અને દાહોદના જંગલોમાં પૂરતો ખોરાક અને અનુકૂળ રહેઠાણ મળી રહેતું હોવાથી વાઘ આ વિસ્તારમાં સતત અવરજવર કરી રહ્યો છે. વરસાદને કારણે જમીન સ્તરે મોનિટરિંગ મુશ્કેલ ચોમાસાની ઋતુ દરમિયાન જંગલોમાં ગીચ વનસ્પતિ અને સતત વરસાદને કારણે જમીન સ્તરે મોનિટરિંગ કરવું મુશ્કેલ બન્યું છે, તેમ છતાં વન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ ટ્રેપ કેમેરા લગાવીને વાઘની હિલચાલ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત, વનકર્મીઓ દ્વારા નિયમિત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પશુ ચરાવવા જતાં સાવધાની રાખવા અપીલ વન વિભાગ દ્વારા સરહદી ગામોના લોકોને જંગલ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવા, રાત્રિના સમયે એકલા જંગલમાં ન જવા તેમજ પશુઓને ચરાવવા જતા સમયે વિશેષ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. કોઈપણ સ્થળે વાઘ અથવા તેના પગરવ જોવા મળે તો તરત જ નજીકના વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. વાઘની હાજરીથી ઉત્સાહ જંગલ વિસ્તારમાં વાઘની હાજરીથી સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વાઘને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને તેની અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના પાવાપુર ગામે ચોકમાં મગર ઘૂસ્યો:વન વિભાગ અને એનિમલ હેલ્પ ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો
    Next Article
    ટોરેન્ટ ફાર્માના ડેટા ચોરીને ખંડણી માગવાનો કેસ:અમદાવાદ સેશન્સ કોર્ટે ઓડિશાના રહેવાસાની જામીન અરજી ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment