Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરના પાવાપુર ગામે ચોકમાં મગર ઘૂસ્યો:વન વિભાગ અને એનિમલ હેલ્પ ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

    17 hours ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાવાપુર ગામે ગામના ચોકમાં અચાનક એક મગર ઘૂસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના બાદ એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે વન વિભાગ સાથે મળીને મગરનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પાવાપુર ગામના ચોકમાં એક મકાનની નજીક મગર જોવા મળ્યો હતો. મગરને જોઈને ગામલોકો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક આ અંગે વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય રમેશભાઈ બારોટ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટીમે ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. ત્યારબાદ તેને રહેણાંક વિસ્તારથી દૂર, સલામત સ્થળે પાણીમાં છોડી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મહીસાગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં મગર ઘૂસી આવવાની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટવાસીઓ માટે કરોડોના વિકાસકામોની ભેટ:કાલની બેઠકમાં લેવાશે 13 મોટા નિર્ણયો, 1.72 કરોડના ખર્ચે બદલાશે રોડ-રસ્તાનો નઝારો, જાણો તમારા વોર્ડમાં શું નવું બનશે?
    Next Article
    છોટાઉદેપુર અને દાહોદમાં 17 મહિનાથી વાઘની હાજરી:120 કિમીમાં હિલચાલ, વરસાદમાં ટ્રેસ કરવું મુશ્કેલ, વનકર્મીઓનું સતત પેટ્રોલિંગ, વાતાવરણ માફક આવી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment