Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓ માટે કરોડોના વિકાસકામોની ભેટ:કાલની બેઠકમાં લેવાશે 13 મોટા નિર્ણયો, 1.72 કરોડના ખર્ચે બદલાશે રોડ-રસ્તાનો નઝારો, જાણો તમારા વોર્ડમાં શું નવું બનશે?

    18 hours ago

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાઓ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં કુલ 35,000 ચોરસમીટર વિસ્તારના રસ્તાઓ પર રૂ. 1.72 કરોડના અંદાજિત ખર્ચે થર્મોપ્લાસ્ટ માર્કિંગ કરવામાં આવશે. આ કામગીરી માટે સંબંધિત એજન્સી દ્વારા 34.34% ડાઉનથી કામ કરવા સહમતી દર્શાવવામાં આવી છે. આવતીકાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુ. કમિશનર દ્વારા મોકલવામાં આવેલી આ સહિતની 13 મહત્વની દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કરીને આખરી મંજૂરી આપવામાં આવશે. લોકોને ઉપયોગી દરખાસ્તોને મંજૂર કરવામાં આવે એવી શક્યતા આ ઉપરાંત બેઠકમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 37 પ્રકારની સામગ્રી સપ્લાય કરવાનો દ્વિવાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ, જૂના રદ્દી રેકોર્ડ અને પસ્તીના વેચાણ તથા આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકોને નિયત મેનુ મુજબ પૂરક આહાર આપવાના કોન્ટ્રાક્ટ અંગે નિર્ણય લેવાશે. શહેરના માળખાકીય વિકાસ માટે વોર્ડ નં. 12માં ઓમ પાર્ક અને નંદનવન મેઇન રોડ પર સ્ટોર્મ વોટર લાઇન નાખવા, વોર્ડ નં. 15માં ગંજીવાડા શેરી નં. 1 થી 7માં ડ્રેનેજ લાઇન અપગ્રેડ કરવા, વોર્ડ નં. 16માં ભૂગર્ભ ગટર ફરિયાદોના નિકાલ, વોર્ડ નં. 3માં નવી આંગણવાડી કેન્દ્ર બનાવવા જેવી લોકોને ઉપયોગી દરખાસ્તોને મંજૂર કરવામાં આવે તેવી શક્યતા છે. પશ્ચિમ રેલવે વેરાવળ અને પ્રયાગરાજ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ – પ્રયાગરાજ – વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેન ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ 8-8 ફેરા મારશે. ટ્રેન નંબર 04174 વેરાવળ – પ્રયાગરાજ સ્પેશિયલ 07 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર સુધી દર શુક્રવારે વેરાવળથી રાત્રે 22.00 વાગ્યે ઉપડી રવિવારે સવારે 05.50 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે. વળતા પ્રવાસમાં ટ્રેન નંબર 04173 પ્રયાગરાજ – વેરાવળ સ્પેશિયલ 06 ઓગસ્ટથી 24 સપ્ટેમ્બર સુધી દર ગુરુવારે પ્રયાગરાજથી સવારે 10.10 વાગ્યે ઉપડી બીજા દિવસે સાંજે 18.15 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ રહેશે. માર્ગમાં ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, આગ્રા અને ગોવિંદપુરી જેવા સ્ટેશનો પર ઊભી રહેશે. ટ્રેન નંબર 04174 માટેનું બુકિંગ 30 જુલાઈ, 2026 થી PRS કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પરથી કરી શકાશે. વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા પશ્ચિમ રેલવેએ મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09018 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન, જે અગાઉ 27 જુલાઈ, 2026 સુધી જ નોટિફાઇડ હતી, તેનું સંચાલન હવે 31 ઓગસ્ટ, 2026 સુધી કરવામાં આવશે. આ જ રીતે, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલનું સંચાલન અગાઉ 26 જુલાઈ, 2026 સુધી નિર્ધારિત હતું, જે હવે 30 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવ્યું છે. આ લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 29 જુલાઈ, 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. રેલ સેફ્ટીમાં ઉત્કૃષ્ટ સતર્કતા માટે રાજકોટ ડિવિઝનના કર્મચારી અજીત કુમારને "મેન ઓફ ધ મંથ" પુરસ્કાર પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવે મુખ્યાલય ખાતે યોજાયેલા સમારોહમાં રાજકોટ ડિવિઝનના કર્મચારી અજીત કુમાર કાંટેવાલા (પોઈન્ટ્સમેન, મોડપુર)ને "મેન ઓફ ધ મંથ" સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, મોડપુરથી નાયરા એનર્જી રેલવે સાઇડિંગ જતી માલગાડીના રન-થ્રુ સમયે ડ્યુટી પર તૈનાત અજીત કુમારે વેગનમાંથી અસામાન્ય અવાજ અને ગ્રીસ બળવાની ગંધ અનુભવી હતી. તેમણે તરત સ્ટેશન માસ્ટરને જાણ કરીને "સ્ટોપ એક્ઝામિન" દ્વારા આગળના સ્ટેશનને સતર્ક કર્યું હતું. તપાસ દરમિયાન વેગનના પૈડામાં સ્કિડિંગ માલૂમ પડતાં તેને તરત ટ્રેનથી અલગ કરાયું હતું. તેમની ત્વરિત સૂઝબૂઝથી મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ હતી. ડિવિઝનલ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ કર્મચારીના આ સેફ્ટી કાર્યની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર કલેક્ટરે મેગા કિચનનું નિરીક્ષણ કર્યું:રિલાયન્સ-અક્ષયપાત્રની પહેલને બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને ભોજન
    Next Article
    મહીસાગરના પાવાપુર ગામે ચોકમાં મગર ઘૂસ્યો:વન વિભાગ અને એનિમલ હેલ્પ ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment