Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર કલેક્ટરે મેગા કિચનનું નિરીક્ષણ કર્યું:રિલાયન્સ-અક્ષયપાત્રની પહેલને બિરદાવી, 23 હજાર વિદ્યાર્થીઓને ભોજન

    19 hours ago

    જામનગર કલેક્ટર પરિમલ પંડ્યાએ આજે રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી અક્ષયપાત્ર સંસ્થા દ્વારા સંચાલિત PM પોષણ મધ્યાહ્ન ભોજન કાર્યક્રમના મેગા કિચનની મુલાકાત લીધી હતી. આ કિચન જામનગર શહેર, તાલુકા અને લાલપુરની 143 શાળાઓના અંદાજે 23 હજાર વિદ્યાર્થીઓને દૈનિક પોષણયુક્ત ભોજન પૂરું પાડે છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા ચાર વર્ષથી સરકારી તંત્ર સાથે ચાલી રહી છે. મુલાકાત દરમિયાન કલેક્ટર પંડ્યાએ મેગા કિચનની કાર્યપદ્ધતિ, સ્વચ્છતા, ભોજનની ગુણવત્તા, ફૂડ સેફ્ટીના ધોરણો અને સુવ્યવસ્થિત સંચાલનની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે આ સમગ્ર કામગીરીને સરાહનીય ગણાવી પ્રશંસા કરી હતી. આ મેગા કિચનના નિર્માણ માટે જામનગર મહાનગરપાલિકાએ શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે વિશાળ જગ્યા ફાળવી હતી. રિલાયન્સ દ્વારા કિચનના મકાનના નિર્માણથી લઈ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસોઈના આધુનિક વાસણો અને ભોજન વિતરણના વાહનો માટે રૂ. 10 કરોડનો કેપિટલ સહકાર આપવામાં આવ્યો છે. આ યોજના સતત કાર્યરત રહે તે માટે રિલાયન્સ દર વર્ષે રૂ. 3.25 કરોડની રિકરિંગ સહાય પણ પૂરી પાડે છે. જામનગર શહેરની 55 અને જામનગર તથા લાલપુર તાલુકાની 88 સરકારી પ્રાથમિક શાળાઓના 23 હજાર વિદ્યાર્થીઓને દરરોજ ગુણવત્તાસભર અને સ્વચ્છ ભોજન મળે છે. કલેક્ટર પરિમલ પંડ્યાએ આ લોકકલ્યાણકારી પહેલને બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી.
    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session 2026 Day 7 Live Updates | Anurag Thakur slams Rahul’s protest outside PM home: ‘You will never be able to enter’
    Next Article
    રાજકોટવાસીઓ માટે કરોડોના વિકાસકામોની ભેટ:કાલની બેઠકમાં લેવાશે 13 મોટા નિર્ણયો, 1.72 કરોડના ખર્ચે બદલાશે રોડ-રસ્તાનો નઝારો, જાણો તમારા વોર્ડમાં શું નવું બનશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment