Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેર પોલીસ બેડામાં મોટા ફેરફાર:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા વધુ 84 કર્મીઓની આંતરિક બદલી, અગાઉ 49 કર્મીને એક સાથે હેડક્વાર્ટરમાં મૂકાયા હતા

    15 hours ago

    રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહિવટી સુગમતા અને કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે શહેરના 84 પોલીસ કર્મચારીઓની એક સાથે આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મીઓ પર કાર્યવાહી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી મુજબ જે પોલીસ કર્મચારીઓ એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતા હતા, તેમને પ્રાધાન્ય આપીને આ બદલીઓ કરવામાં આવી છે. અગાઉ પણ કરાઈ હતી 49 કર્મીઓની બદલી ઉલ્લેખનીય છે કે, આંતરિક બદલીની આ પ્રક્રિયા અંતર્ગત ગત ગુરુવારે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. તે યાદીમાં 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આજે બીજી યાદી જાહેર કરીને વધુ 84 પોલીસકર્મીઓની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે. તાત્કાલિક અસરથી હાજર થવા ફરમાન પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આજે બદલી પામેલા તમામ ૮૪ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી વર્તમાન ફરજ પરથી મુક્ત (છૂટા) કરવામાં આવે અને તેમને સોંપાયેલા નવા નિયુક્તિના સ્થળે તુરંત હાજર થઈ રિપોર્ટ કરવાનો રહેશે. આ પણ વાંચો: રાજકોટ શહેર પોલીસના 49 પોલીસકર્મીને હેડ-ક્વાર્ટરમાં મુકાયા
    Click here to Read More
    Previous Article
    ટોરેન્ટ ફાર્માના ડેટા ચોરીને ખંડણી માગવાનો કેસ:અમદાવાદ સેશન્સ કોર્ટે ઓડિશાના રહેવાસાની જામીન અરજી ફગાવી
    Next Article
    Booker Prize 2026 longlist: Former winners Marlon James and Douglas Stuart lead 13-book selection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment