Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પઢીયાર ગામે મહિલાઓએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો:રોડ-રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશ ફાટી નીકળ્યો

    1 day ago

    ગોધરા તાલુકાના પઢીયાર ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. પંચાયતની નબળી કામગીરી સામે રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ ગ્રામસભામાં પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. 16મા નાણાંપંચના કામોના ઠરાવો પસાર કરવા માટે આયોજિત આ ગ્રામસભામાં મહિલાઓએ રસ્તાની બિસ્માર હાલત મુદ્દે સરપંચ અને પંચાયતના સભ્યોનો ઉધડો લીધો હતો. ગોધરાના પઢીયાર ગામના મગજીના મુવાળા અને કરણના મુવાડા વિસ્તારના લોકો વસવાટ કરે છે ત્યારથી આજદિન સુધી પાકા રસ્તા જેવી મૂળભૂત સુવિધાથી વંચિત છે. ગામમાં રસ્તાના નામે થયેલા અધૂરા માટીકામના કારણે હાલ ચોમાસાની ઋતુમાં સમગ્ર વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામલોકો અને મહિલાઓનો આક્ષેપ છે કે, ચોમાસામાં કાદવમાંથી પસાર થવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. બીમારી કે ઈમરજન્સીના સમયે વાહન પણ આવી શકતું નથી. રસ્તાની આવી અત્યંત બિસ્માર હાલતને કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુર પોલીસે 7 માસથી ફરાર આરોપીને ઝડપ્યો:પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ ચંપાલાલ ડામોરની ધરપકડ કરાઈ
    Next Article
    આખું શહેર ડૂબ્યું તો રાજીનામું કોણ આપશે ?:અમદાવાદ મનપાની સામાન્ય સભામાં વરસાદી પાણીના મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે તડાફડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment