Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થી મંત્રીમંડળની ચૂંટણી યોજાઈ:7 વિભાગના મંત્રીઓ માટે 28 વિદ્યાર્થીઓ ઉમેદવાર બન્યા, વૃક્ષારોપણ પણ કરાયું

    6 hours ago

    મોરબી-2 વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી. શાળામાં વિદ્યાર્થી મંત્રીમંડળની ચૂંટણી યોજાઈ, જેમાં સાત અલગ-અલગ વિભાગના મંત્રીઓની પસંદગી કરવામાં આવી. આ સાત મંત્રી પદોમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિસ્તમંત્રી, શિક્ષણમંત્રી, સાંસ્કૃતિક મંત્રી અને રમતગમત મંત્રીનો સમાવેશ થાય છે. આ ચૂંટણી કાર્યક્રમમાં શાળાના કુલ 28 વિદ્યાર્થીઓ ઉમેદવાર બન્યા હતા. શાળાના ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાની યોગ્યતા મુજબ મત આપ્યા હતા. આ કાર્યક્રમમાં ધર્મિષ્ઠાબેન કડીવાર (EI - મોરબી), લાલજીભાઈ મહેતા (શાળા સ્થાપક), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ઉપપ્રમુખ - મોરબી નગરપાલિકા) જેવા મહેમાનો હાજર રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર 03 ના કોર્પોરેટર ભૂપતભાઈ જારીયા (સ્ટેન્ડિંગ કમિટી સભ્ય), અર્પિતાબા જાડેજા (શાસક પક્ષ નેતા), પુષ્પરાજસિંહ જાડેજા (વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી) અને કેતનભાઈ બોપલિયા (કોર્પોરેટર પ્રતિનિધિ) પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ મહેમાનોને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા વિશે રૂબરૂ માહિતી આપી હતી. આજ રોજ થયેલી ચૂંટણીની મત ગણતરી, વિજેતા બાળ મંત્રીઓનું સન્માન અને શપથવિધિ કાર્યક્રમ 19 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાશે. આ સાથે મહેમાનો દ્વારા શાળાના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળા પ્રમુખ હિતેશભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને સારા અને યોગ્ય ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહેમાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    આજે 100થી વધુ તાલુકામાં વરસાદ:દ્વારકામાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ, કાળિયાઠાકોરના દર્શન કરવા આવેલા ભક્તો ભીંજાયા; અમદાવાદમાં વરસાદી ઝાપટા યથાવત
    Next Article
    પાટણ HNGUમાં PM મોદીના જન્મદિવસ પર 'આશીર્વાદનો દીવો' કાર્યક્રમ:“એક દીવો આશીર્વાદનો-એક સંકલ્પ રાષ્ટ્રસેવાનો” થીમ પર વિદ્યાર્થીઓ-કર્મચારીઓએ દીવા પ્રગટાવી શ્રીરામની આરતી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment