Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 100થી વધુ તાલુકામાં વરસાદ:દ્વારકામાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ, કાળિયાઠાકોરના દર્શન કરવા આવેલા ભક્તો ભીંજાયા; અમદાવાદમાં વરસાદી ઝાપટા યથાવત

    22 hours ago

    ગુજરાત અને આસપાસ સર્જાયેલી બે અલગ અલગ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી. રાજ્યમાં આ સિઝનમાં જ્યાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે તે દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા.કાળિયા ઠાકોરના દર્શને આવેલા ભક્તો ભીંજાયા. મંદિરની 56 સીડી પરથી ખડખડ વહેતા પાણીનું નયનરમ્ય દૃશ્ય જોવા મળ્યું. સાંજના સમયે અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિન નિમિતે અલગ અલગ સ્થળો પર 'આશીર્વાદના દીવડા' કાર્યક્રમ યોજાય તે પહેલા જ ધોધમાર વરસાદ વરસ્યો. મહત્વનું છે કે, આ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છમાં હજી પણ 24 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જ્યારે રાજ્યમાં સરેરાશ 9 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકામાં 3 ઈંચ વરસાદ વરસ્યો. આજે સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે માછીમારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર ગુજરાતના દરિયાકાંઠે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. આ બે સિસ્ટમના કારણે ભારે વરસાદની શક્યતા ગુજરાત આસપાસ સર્જાયેલી સિસ્ટમની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર એક લો પ્રેશર એરિયા હજુ પણ બનેલું છે. બીજું, મોનસૂન ટ્રફ લો પ્રેશર થઈને બીકાનેર તરફથી પસાર થઈ રહ્યું છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે.
    Click here to Read More
    Previous Article
    222 રનના ચેઝમાં અફઘાન ટીમની હાલત ખરાબ:82 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી; નીતિશ કુમાર રેડ્ડીએ એક જ ઓવરમાં 3 બેટર્સને પેવેલિયન ભેગા કર્યા
    Next Article
    ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થી મંત્રીમંડળની ચૂંટણી યોજાઈ:7 વિભાગના મંત્રીઓ માટે 28 વિદ્યાર્થીઓ ઉમેદવાર બન્યા, વૃક્ષારોપણ પણ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment