Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    222 રનના ચેઝમાં અફઘાન ટીમની હાલત ખરાબ:82 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી; નીતિશ કુમાર રેડ્ડીએ એક જ ઓવરમાં 3 બેટર્સને પેવેલિયન ભેગા કર્યા

    19 hours ago

    ભારતે ત્રીજી T-20માં અફઘાનિસ્તાનને 222 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં અફઘાનિસ્તાનનો સ્કોર 13 ઓવરમાં 82/8 છે. ટીમ તરફથી રાશિદ ખાન અને અબ્દુલ્લા અહમદઝાઈ ક્રિઝ પર છે. નીતિશ કુમાર રેડ્ડીએ એક જ ઓવરમાં 3 બેટર્સને પેવેલિયન ભેગા કર્યા. અક્ષરે એક જ ઓવરમાં રહમાનુલ્લાહ ગુરબાઝ અને સેદિકુલ્લાહ અતલને આઉટ કર્યા. તો જસપ્રીત બુમરાહ અને યશ ઠાકુર અને રવિ બિશ્નોઈને પણ એક-એક સફળતા મળી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અભિષેક શર્મા સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યા. તેમણે 30 બોલમાં સદી ફટકારી. અભિષેકે રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. રોહિતે 2017માં શ્રીલંકા સામે ઇન્દોરમાં 35 બોલમાં સદી ફટકારી હતી. ગુરુવારે ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા. અભિષેકે 34 બોલમાં 108 રનની ઇનિંગ રમી. સંજુ સેમસને 35 બોલમાં 50 રન બનાવ્યા. બંનેએ પ્રથમ વિકેટ માટે 59 બોલમાં 142 રનની ભાગીદારી કરી. અફઘાનિસ્તાન માટે અઝમતુલ્લાહ ઉમરઝાઈએ 2 વિકેટ લીધી. રાશિદ ખાન અને અબ્દુલ્લાહ અહમદઝાઈને એક-એક વિકેટ મળી. ભારત તરફથી 3 ખેલાડીઓ રનઆઉટ થયા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, રવિ બિશ્નોઈ અને યશ ઠાકુર અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, નૂર ઉલ રહેમાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી અને અબ્દુલ્લા અહમદઝાઈ.
    Click here to Read More
    Previous Article
    Ambani Ganpati Utsav में Dhirendra Shastri ने पहने 'सोने की खड़ाऊ'?Baba Bagheshwar Viral Video Truth
    Next Article
    આજે 100થી વધુ તાલુકામાં વરસાદ:દ્વારકામાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ, કાળિયાઠાકોરના દર્શન કરવા આવેલા ભક્તો ભીંજાયા; અમદાવાદમાં વરસાદી ઝાપટા યથાવત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment