Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખું શહેર ડૂબ્યું તો રાજીનામું કોણ આપશે ?:અમદાવાદ મનપાની સામાન્ય સભામાં વરસાદી પાણીના મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે તડાફડી

    1 day ago

    સ્માર્ટ સિટી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા મેયર અને મ્યુનિસિપલ કમિશનરને શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ભરાયેલા વરસાદી પાણીથી નાગરિકોને થયેલી હાલાકીને લઈને આડે હાથ લીધા હતા. પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે સામાન્ય સભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર આખું પાણીમાં ડૂબી ગયું હતું. દેશમાં પેપર લીક થાય છે ત્યારે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે છે તો અમદાવાદ આખું વરસાદ ડૂબી થઈ ગયું હતું ત્યારે કોનું રાજીનામું લેવામાં આવશે અને કોણ જવાબદારી લેશે ? બોપલ અને ઘુમાનો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરી લીધો પણ તેનો વિકાસ કરી શક્યા નહીં અને અમીર લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ‘ભાજપના રાજમાં તો ટ્રેકટર લઈને જવું પડે છે’ સામાન્ય સભામાં તેઓએ વધુમાં રજૂઆત કરી હતી કે કોંગ્રેસના સમયમાં શહેરમાં બોટો ચાલતી હોવાની વાતો કરવામાં આવતી હતી પરંતુ ભાજપના રાજમાં તો હવે ટ્રેક્ટર લઈને જવું પડે છે. બોડ ચાલે છે તેની સામે હવે ટ્રેક્ટર ચલાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા 21 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા છે તેમ છતાં પણ શહેર આખું પાણીમાં ડૂબી ગયું અને આર્મી ઉતારવી પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ રમવાની છે ત્યારે ચોમાસામાં કોમનવેલ્થ ગેમ ન રમાડવા તેમણે રજૂઆત કરતા કહ્યું હતું કે, વિશ્વ કક્ષાના સ્વિમિંગ પૂલ તો અમદાવાદના રોડ જ બની ગયા છે. 20 વર્ષથી ભાજપની સત્તા છે અને 1.30 કરોડ રૂપિયાનું બજેટ કોર્પોરેશનનું છે. ઼ કરોડોનું બજેટ હોવા છતા વરસાદી પાણીના નિકાલની લાઈનનું કામ ન થયું સ્માર્ટ સિટી અમદાવાદમાં માત્ર 965 km માં વરસાદી પાણીની લાઈન નાખી છે શહેરમાં 60 ટકા વરસાદી લાઈન નાખવામાં આવી નથી લાખો કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ ભાજપના સત્તાધીશો દ્વારા લાઈનો નાખવામાં આવી નથી. વર્ષ 1950 માં જ્યારે જુના શહેરમાં વરસાદી પાણીની લાઈનો નાખવામાં આવી હતી તો ત્યાં આજે પણ પાણી ભરાતા નથી પરંતુ આજે આપણે આઈએએસ અધિકારીઓ અને ઇજનેરો હોવા છતાં પણ જ્યાં વરસાદી પાણીની લાઈન નાખે છે ત્યાં જ પાણી ભરાય છે એવી સ્થિતિ ઊભી થઈ છે. વધુમાં તેમણે રજૂઆત કરી હતી કે એક કહેવત છે કે જેટલા પગ હોય એટલી જ ચાદર ફેલાવવી જોઈએ. પરંતુ વર્ષ 2021માં મત મેળવવા માટે બોપલ અને ઘુમાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. જેથી જો તમે વિકાસ જ ના કરી શકતા હોય તો શા માટે બોપલ- ઘુમાનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. ત્યાંના રહેવાસીઓને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવાતા માથાનો દુખાવો બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો ગરીબોના ઘરમાં પાણી જતા હોય તો તે સમજાતું હતું પરંતુ હવે તો અમીર લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો હતો ત્યારે પૂર્વ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો તો જેમાં બાપુનગર અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જ્યાં વરસાદી પાણી ભરાયા હતા. કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા જેમાં વરસાદી લાઈન નાખવાની અને તળાવ એન્ટ્રી લિંકિંગ કરવામાં આવ્યા હતા. એસજી હાઇવે પર રાજપથ - રંગોલી રોડ પર તળાવ ઇન્ટરલિંગ પરપોલીટીંગ વેલ અને વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી હતી. વેજલપુરના શ્રીનંદ નગર માં વરસાદી પાણીની લાઈન અને નવું પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું હતું અને આરસીસી નું પણ કામ ચાલુ છે તેમ છતાં પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વધુમાં તેમણે પૂર્વ વિસ્તારના નિકોલમાં વર્ષોથી ભરાતા મધુમાલતી આવાસ મામલે પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજય રૂપાણી વર્ષો પહેલા નિકોલના મધુમાલતી આવાસ યોજના ખાતે બોટમાં બેસીને નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે આવતા વર્ષે અહીંયા પાણી ભરાવું જોઈએ નહીં તેમ છતાં પણ આજે પણ આ વિસ્તારમાં પાણી ભરાય છે. સિંગરવા સુધી લાઈન નાખવા માટેની વાત કરી હતી જેમાં 2.17 મિલિયન લીટરની વરસાદી લાઈનની કેપેસિટી છે પરંતુ આઉટફ્લો 520 મિલન જેટલો છે ત્યારે કેવી રીતે પાણીનો નિકાલ થશે. નિકોલ વોર્ડના કોર્પોરેટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દીપક પંચાલે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે નિકોલ વિસ્તારના મધુમાલતી આવાસ યોજનામાં તો પાણી ભરાયા જ નથી. અત્યારે દયાવાન થી સિંગરવા તળાવની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી છે પરંતુ તેની કામગીરી હજી અધુરી છે ત્યારે હજી કામગીરી થઈ નથી ત્યારે આટલી પાણી ભરાયું નહીં તો કામગીરી પૂરી થશે ત્યારે પાણી ભરાશે નહીં. હું જાતે ચાર દિવસ ફર્યો છું અને વરસાદી પાણી નિકાલની કામગીરી કરી છે- મેયર મેયર હિતેશ બારોટએ જણાવ્યું હતું કે શહેરમાં ખૂબ જ વરસાદ થયો છે ત્યારે દરેક જગ્યાએ હું જાતે ચાર દિવસ ફર્યો છું અને વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાવવામાં આવી છે. શહેરમાં હવે ટ્રેક્ટર લઈને નીકળવું પડે છે એવી સ્થિતિ અંગે તેમણે કહ્યું હતું કે ટ્રેક્ટર ચલાવવું કોઈ ગુનો નથી અને જ્યાં પાણી ભરાયા હતા ત્યાં જવા માટે જે સાધન મળ્યું તે લઈને નીકળી ગયા એમ ટ્રેક્ટર મળ્યું એટલે એ લઈને ગયા હતા. પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા હતા તેને લઈને પૂર્વ વિપક્ષના નેતાએ કહેતા મેયરે કહ્યું હતું કે પાણી ભરાશે તો હું જાતે તમારી સાથે આવીશ બોપલ-ઘુમામાંથી 2 દિવસમાં જ પાણી દૂર કરાયા- કમિશનર મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વરસાદની પરિસ્થિતિ અંગે થયેલી ચર્ચા બાદ જણાવ્યું હતું કે 50 વર્ષથી વધુ સમયમાં ચોથી વખત સૌથી વધારે વરસાદ અમદાવાદ શહેરમાં પડ્યો. વિશ્વના દુબઈ અને અમેરિકા જેવા શહેરોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો અને ત્યાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે અત્યારે ક્લાઈમેટ ચેન્જના કારણે એક સાથે તીવ્રગતિથી વરસાદ પડે છે. શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદ પડ્યો તો પરંતુ પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે 23 થી 28 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બોપલ અને ઘુમા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો ત્યારે અમે સ્થાનિક રહેવાસીઓને ત્યાં મળવા ગયા હતા અને તેમને પૂછ્યું તો ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે આઠ દિવસે પાણી ઉતર્યું હતું પરંતુ આ વર્ષે માત્ર બે દિવસમાં જ પાણી ઉતરી ગયું છે. મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો હતો કે બોપલ અને ગુમા વિસ્તારમાં આઠ દિવસ સુધી પાણી ભરાઈ રહેતા હતા તેની જગ્યાએ હવે બે દિવસમાં પાણીનો નિકાલ થઈ ગયો છે અને પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલના કારણે પાણી ભરાય નથી. વર્ષ 2000 માં ખૂબ વધારે વરસાદ પડ્યો હતો અને તેની સ્થિતિ અંગે કમિશનર વાતચીત કરી રહ્યા હતા ત્યારે પૂર્વ વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે ઊભા થઈ અને તમે પોલિટિકલ રીતે વાત ન કરો તેમ કહી અને ટોક્યા હતા ત્યારે મેયર હિતેશ બારોટ વચ્ચે પડ્યા હતા અને તેમને બચાવ કરતા કહ્યું હતું કે તેમને પોલિટિકલ અહીંયા ખબર નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ અમદાવાદ શહેરમાં પડેલા વરસાદના કારણે થયેલી સ્થિતિ અને કોર્પોરેશનને કરેલી કામગીરી અંગે જણાવ્યું હતું કે અગાઉ ગોતા વિસ્તારમાં બંધન પાર્ટી પ્લોટ પાસે ખૂબ પાણી ભરાતું હતું પરંતુ ત્યાં ચાલુ વર્ષે વરસાદી પાણી ભરાયા નથી અને 16 ઇંચ જેટલો વરસાદ થયો છતાં પણ છ કલાકમાં પાણી નીકળી ગયા છે. શહેરમાં વરસાદના કારણે પડેલા ભુવા ને લઈને તેઓએ જણાવ્યું હતું કે ખૂબ ઓછા પ્રમાણમાં શહેરમાં હુઆ પડ્યા છે. જ્યાં પણ વરસાદી પાણી ભરાયા છે ત્યાં બે થી ત્રણ કલાકમાં પાણીનો નિકાલ થઈ ગયો હોવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. શહેરમાં ભારે વરસાદના કારણે 1400થી વધુ ખાડા પડ્યા- નીરવ બક્ષી દરિયાપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષી એ રજૂઆત કરી હતી કે શહેર આખું વરસાદી પાણીમાં ડૂબી ગયું હતું અને કોર્પોરેશન નો પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ ગયો હતો. શહેરમાં 1400થી વધારે ખાડા- ગાબડા પડ્યા છે અને લોકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલે શહેરમાં પડેલા ખાડાઓની સ્થિતિ અંગે જવાબ આપતા કહ્યું હતું કે તંત્ર દ્વારા કોલ્ડ અને વેટ મિક્સથી કોર્પોરેશન તંત્ર દ્વારા દુધના ધોરણે ખાડા પૂરવાની અને રોડની કામગીરી કરવામાં આવી છે અને અત્યારે દરેક જગ્યાએ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પઢીયાર ગામે મહિલાઓએ ગ્રામસભામાં હોબાળો મચાવ્યો:રોડ-રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશ ફાટી નીકળ્યો
    Next Article
    Tejasvi Surya's "Delulu" Jibe At Congress Over Paper Leak Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment