Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે ફરિયાદ નોંધાઈ:રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી, મોબાઈલ તોડવા અને ધમકી આપ્યાના આક્ષેપ; પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

    8 hours ago

    પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર સામે રજૂઆત કરવા આવેલા યુવકો સાથે ઝપાઝપી કરવા, મોબાઈલ તોડી નુકસાન પહોંચાડવા અને ધમકી આપવાના આક્ષેપો સાથે પાટણ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. શાંકુતલ સોસાયટીમાં ભુગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરવા ગયેલા અરજદારો સાથે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સામા પક્ષે ચીફ ઓફિસર હીરલબેન ઠાકરે પણ આ યુવકો વિરુદ્ધ અરજી આપ્યાનું જાણવા મળ્યું છે. મુલાકાત દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ ફરિયાદી પાટણના પદ્મનાભ સોસાયટીમાં રહેતા અને એમ.એ.માં અભ્યાસ કરતા 23 વર્ષીય હિતેષભાઈ ઘેમરભાઈ દેસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 18 જુલાઈ 2026ના રોજ બપોરે તેઓ ચીફ ઓફિસર હીરલબેન ઠાકરને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુલાકાતનો સમય ન હોવાનું જણાવતા તેમને બહાર જવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળની ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની હાજરીમાં ફરી રજૂઆત શરૂ કરવામાં આવી હતી. વીડિયો બનાવતા યુવકનો મોબાઈલ તોડ્યાનો આક્ષેપ ફરિયાદ મુજબ રજૂઆત દરમિયાન હિતેષભાઈ સાથે આવેલા તેમના મિત્ર વિપુલ ચૌધરી મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ચીફ ઓફિસર હીરલબેન ઠાકર ઉશ્કેરાઈ ગયા અને વીડિયો ઉતારવાનો વિરોધ કરતા તેમની તરફ ધસી આવ્યા હતા. વચ્ચે પડેલા હિતેષભાઈ સહિત અન્ય વ્યક્તિને ધક્કો મારી વિપુલ ચૌધરીનો કોલર પકડી ઝપાઝપી કરી હતી. ત્યારબાદ તેમના હાથમાંથી અંદાજે ₹24,000 કિંમતનો વિવો વાય-200 મોડલનો મોબાઈલ આંચકી જમીન પર પછાડી તોડી નાખ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. કેરિયર બગાડવાની અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીનો આરોપ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ઘટનાક્રમ દરમિયાન ચીફ ઓફિસરે "હું તને જોઈ લઈશ, તારું કેરિયર પૂરું કરી નાખીશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ" જેવી ધમકીઓ પણ આપી હતી. આ સમગ્ર મામલે પાટણ સીટી એ ડિવિઝન પોલીસે હીરલબેન ઠાકર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 351(2), ૩૨૪(૪) અને ૧૧૫(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે. ફરિયાદી યુવક હિતેશ દેસાઈ NSUI પ્રમુખ, પિતા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આ સમગ્ર મામલામાં ફરિયાદી યુવક હિતેશ દેસાઈ પાટણ શહેર NSUI પ્રમુખ છે. તેના પિતા ઘેમારભાઈ દેસાઈ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, ઉપરાંત યુવકની માતા આશાબેન દેસાઈ વોર્ડ-11ના વર્તમાન કોર્પોરેટર છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા નવું રોટેશન જાહેર:27 ટકા OBC અનામત લાગુ થતા અનેક દિગ્ગજો ગણિત બગડશે, દિગ્ગજ કોર્પોરેટરો - પદાધિકારીઓની ટિકિટ પર લટકતી તલવાર
    Next Article
    રાજપીપળા GMERS મેડિકલ કોલેજમાં વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી:જાગૃતિ રેલી, સ્પર્ધાઓ દ્વારા રોગ વિશે માહિતી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment