Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરની હાપા પ્રાથમિક શાળાના આચાર્યને રાજ્યસ્તરીય ગુરુ ગૌરવ એવોર્ડ:શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે રાજેન્દ્રસિંહ પરમારની અનોખી સિદ્ધિને રાજ્યભરમાં મળ્યું ગૌરવ

    14 घंटे पहले

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની પીએમશ્રી હાપા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ ચંપકસિંહ પરમારને વર્ષ 2026ના પ્રતિષ્ઠિત રાજ્યસ્તરીય ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોરબંદરના ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રેરણાદાયી કામગીરી કરનાર શિક્ષકોને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. રાજેન્દ્રસિંહ પરમારની પસંદગીથી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી છે. દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી પરમ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી વર્ષ 2010થી આ ગુરુ ગૌરવ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરીને તેમના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવવામાં આવે છે. આ વર્ષે સાબરકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજેન્દ્રસિંહ પરમારની પસંદગી થવી સમગ્ર જિલ્લાના શિક્ષણજગત માટે ગૌરવની બાબત બની છે. પોરબંદરમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો 28 જુલાઈ, 2026ના રોજ પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પરમ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના વરદહસ્તે રાજેન્દ્રસિંહ પરમારને ગુરુ ગૌરવ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. સમારોહમાં ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, પદ્મશ્રી ડૉ. અનિલ ગુપ્તા, પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગર, ડૉ. વિજય સેવક, ડૉ. વિક્રમભાઈ પટેલ, ટી. એસ. જોષી, સી. ટી. ટુંડીયા તથા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ સહિતના અનેક ખ્યાતનામ મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું. નવીન શિક્ષણપ્રયોગોથી મેળવી આગવી ઓળખ રાજેન્દ્રસિંહ પરમારે શિક્ષણ ક્ષેત્રે નવીન પ્રયોગો, લોકસહકારથી શાળાનો સર્વાંગી વિકાસ, વિદ્યાર્થીઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વ્યક્તિત્વ નિર્માણ માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમની આગેવાનીમાં હાપા પ્રાથમિક શાળાએ અનેક ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કર્યા છે અને શિક્ષણ, સેવા, સંસ્કાર તથા સમાજ પરિવર્તનના ધ્યેય સાથે એવી સિદ્ધિઓ મેળવી છે કે જે ખાનગી શાળાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આ એવોર્ડ માત્ર રાજેન્દ્રસિંહ પરમારનું નહીં, પરંતુ સમગ્ર હાપા પ્રાથમિક શાળા પરિવાર અને સાબરકાંઠા જિલ્લાના શિક્ષણજગતનું ગૌરવ વધારનાર સન્માન માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત:મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રેનિંગમાં જતા સમયે રિક્ષાચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો
    Next Article
    સિવિલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો પરિવારનો આક્ષેપ:'દાખલ કરવાના બદલે કહ્યું તકલીફ મને દેખાવી જોઈ હું ડોક્ટર છું', અમને નથી ખબર કેવી રીતે ડેથ થયું:ગાયનેક વિભાગના હેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment