Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત:મવડી પોલીસ હેડક્વાર્ટરમાં ટ્રેનિંગમાં જતા સમયે રિક્ષાચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો

    15 hours ago

    રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા પટેલનગર વિસ્તારમાં રહેતા અને તાજેતરમાં જ પોલીસ વિભાગમાં ભરતી થયેલા 24 વર્ષીય યુવાન કેયુર શૈલેષભાઈ રામાણી આજે સવારે 5 વાગ્યે પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન જવાહર રોડ પર આવેલા આર. વર્લ્ડ સિનેમા નજીક પૂરઝડપે આવી રહેલા એક રિક્ષાચાલકે તેના વાહનને ઠોકર મારી હતી જેના કારણે અકસ્માતમાં ગંભીર રીતે પોલીસકર્મી ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ, સારવાર કારગત નીવડે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. રોજની જેમ આજે સવારે પણ ટ્રેનિંગમાં જવા ઘરે નીકળ્યા હતા આ ​બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસને જાણ થતા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક કેયુર રામાણી તાજેતરમાં જ પોલીસ વિભાગમાં જોડાયા હોવાનું અને રાજકોટ ગ્રામ્ય પોલીસદળમાં તેમનું પોસ્ટિંગ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જેની મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે છેલ્લા ચાર મહિનાથી ટ્રેનિંગ ચાલુ હતી અને રોજની જેમ આજે સવારે પણ તેઓ ટ્રેનિંગમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો. કેયુર બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હોવાનું અને તેના પિતા જ્યુબિલિ બાગ વિસ્તારમાં શાકભાજીનો થડો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પરિવારના યુવાન અને હોનહાર દીકરાના અચાનક અવસાનથી પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે ગુનો નોંધી ફરાર રિક્ષાચાલકને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અખાદ્ય ખોરાક સામે મનપાની ઝુંબેશ યથાવત:ફેમસ ઘોષ બંગાલ સ્વીટ્સ, વિહાન નમકીન, નેશનલ ચાઇનીઝ અને ઘનશ્યામ ચાઈનીઝ સીલ, 1226 કિલો જથ્થાનો નાશ કરાયો
    Next Article
    હિંમતનગરની હાપા પ્રાથમિક શાળાના આચાર્યને રાજ્યસ્તરીય ગુરુ ગૌરવ એવોર્ડ:શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે રાજેન્દ્રસિંહ પરમારની અનોખી સિદ્ધિને રાજ્યભરમાં મળ્યું ગૌરવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment