Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો પરિવારનો આક્ષેપ:'દાખલ કરવાના બદલે કહ્યું તકલીફ મને દેખાવી જોઈ હું ડોક્ટર છું', અમને નથી ખબર કેવી રીતે ડેથ થયું:ગાયનેક વિભાગના હેડ

    15 घंटे पहले

    જુનાગઢની સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ગંભીર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં સમયસર અને યોગ્ય સારવાર ન મળવાના કારણે 33 વર્ષીય પ્રસુતાનું કરૂણ મોત નિપજ્યું છે. ભવનાથ વિસ્તારમાં રહેતી અને બે બાળકની માતા ભારતીબેન અજયભાઈ સોલંકીનું સિઝેરિયન ડીલીવરીના માત્ર પંદર દિવસ બાદ જ અવસાન થતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ડોક્ટરો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો હોસ્પિટલ તંત્રના બિનજવાબદાર વલણથી રોષે ભરાયેલા પીડિત પરિવારજનોએ ડોક્ટરો સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડી કાનૂની ન્યાય મેળવવા કવાયત હાથ ધરી છે. આ મામલે જ્યારે તબીબી અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જાણે કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ પ્રિયંકા જોગીયાને કંઈ ખ્યાલ જ ન હોય તેમ કહ્યું કે, અમને નથી ખબર કેવી રીતે ડેથ થયું. જેના કારણે તંત્રની ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે. બીજી ડીલીવરી માટે સિવિલ હોસ્પિટલમાં ભરતી થયા હતા ​મૃતક ભારતીબેન સોલંકીને તેમની બીજી ડીલીવરી માટે સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમનું સિઝેરિયન ઓપરેશન કરીને બાળકના જન્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને તેમણે એક સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો હતો. આ પૂર્વે પ્રથમ ડીલીવરી વખતે તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. જો કે બાળકના જન્મ બાદ ઘરે લાવવામાં આવ્યા પછી મહિલાની તબિયત અચાનક લથડી હતી. પરિવારજનો હોસ્પિટલના ચક્કર કાપતા રહ્યા પરંતુ યોગ્ય સારવારના અભાવે આખરે મહિલાએ દમ તોડી દીધો હતો. જેના કારણે નવજાત શિશુ અને મોટી પુત્રી બંનેએ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બીજી તરફ મૃતક મહિલાના પતિ અજયભાઈ હાલ પોક્સો કેસ હેઠળ રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યા છે. જામનગરમાં પેનલ પીએમ કરવામાં આવ્યું ​સિવિલ હોસ્પિટલના સંચાલન અને તબીબોની કથિત ઉદાસીનતાથી નારાજ થઈને તબીબી ક્ષેત્રની બેદરકારીનો પર્દાફાશ કરવા અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પરિવારે સિવિલ તંત્ર પાસે પેનલ પીએમની માંગ કરી હતી અને તે માટે મૃતદેહને જામનગર મોકલવામાં આવ્યો હતો. જામનગરમાં એક્સપર્ટ ડોક્ટરો દ્વારા પેનલ પીએમ પૂર્ણ થયા બાદ મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સોનાપુરી સ્મશાનગૃહ ખાતે લાવવામાં આવ્યો હતો. 'પૂત્રવધુને દુખાવો થતા હોસ્પિટલ લઈ ગયા હતા' ​સમગ્ર દુઃખદ અને આઘાતજનક ઘટના અંગે મૃતક મહિલાના સસરા હરસુખભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓએ પુત્રવધૂ ભારતીને ડીલેવરી માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં સિઝેરિયનથી દીકરાનો જન્મ થયો હતો. ઓપરેશન બાદ નિયમ મુજબ હોસ્પિટલ લઈ જઈને ડ્રેસિંગ કરાવ્યા બાદ તેને ઘરે લાવવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ પુત્રવધૂ સરખી રીતે ભોજન પણ લઈ શકતી નહોતી અને અચાનક તેને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જ્યારે તેઓ તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ અતિશય બેદરકારી દાખવીને તબિયત સારી હોવાનું કહી દાખલ કરવાની ના પાડી દીધી હતી. 'હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દીધી' ​સસરા હરસુખભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, વારંવાર વિનંતી કરવા છતાં યોગ્ય સારવાર આપ્યા વિના ઘરે પાછા મોકલી દેવાતા તેમની વહુની સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને ઓપરેશનના 15 દિવસ બાદ તેનું મોત થયું હતું. જ્યારે તેઓ સિવિલ હોસ્પિટલના તંત્રને પૂછવા ગયા ત્યારે સો કેસમાંથી એકાદ કેસ બગડી જાય તેવો બિનજવાબદાર જવાબ મળ્યો હતો. હાલમાં બંને નાના બાળકો માતા વિહોણા બન્યા છે અને પરિવાર આર્થિક તથા માનસિક રીતે ભાંગી પડ્યો છે. તેઓએ માસૂમ બાળકોને ન્યાય મળે અને બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. '​12 જુલાઈએ દર્દીને રજા આપી દેવામાં આવી હતી' બીજી તરફ આ સમગ્ર મામલે જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે દર્દી ભારતીબેનને 10 જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ઇમરજન્સી પરિસ્થિતિ હોવાના કારણે તેમનું સિઝેરિયન સેક્શન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 48 કલાક બાદ 12 જુલાઈના રોજ દર્દીને કોઈ તકલીફ ન હોવાથી પરિવારજનો અને દર્દીની વિનંતી પર 'ડિસ્ચાર્જ ઓન રિકવેસ્ટ' હેઠળ રજા આપવામાં આવી હતી અને એક અઠવાડિયા બાદ ફોલોઅપ માટે આવવા સૂચના અપાઈ હતી. 'એક સપ્તાહના બદલે 10 દિવસે ફોલોઅપમાં આવ્યા' ​સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર દર્દી એક અઠવાડિયાના બદલે 10થી 12 દિવસ બાદ એટલે કે 25 જુલાઈના ગાયનેક OPDમાં ફોલોઅપ માટે આવ્યા હતા ત્યારે પણ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરોની તપાસમાં કોઈ ગંભીર લક્ષણો જણાયા નહોતા. ત્યારબાદ રવિવાર રાત્રે કે સોમવાર સવારે જ્યારે દર્દીને હોસ્પિટલ લવાયા ત્યારે તેઓ મૃત અવસ્થામાં જ હતા. હાલમાં નિષ્ણાત ડોક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે. તેમણે ઉમેર્યું હતું કે હોસ્પિટલમાં દર મહિને 450થી 500 ડિલિવરી સફળતાપૂર્વક થાય છે અને ગાઈડલાઈન્સ મુજબ હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી વાળા દર્દીઓને 8 દિવસ સુધી રાખીને જ ડિસ્ચાર્જ કરવામાં આવે છે. હાલ પોલીસ અને તંત્ર પીએમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરની હાપા પ્રાથમિક શાળાના આચાર્યને રાજ્યસ્તરીય ગુરુ ગૌરવ એવોર્ડ:શિક્ષણ અને સમાજસેવાના ક્ષેત્રે રાજેન્દ્રસિંહ પરમારની અનોખી સિદ્ધિને રાજ્યભરમાં મળ્યું ગૌરવ
    Next Article
    BMC likely to begin tunnelling for Goregaon-Mulund Link Road this weekend

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment