Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાંથી બે સગીર બાળકો રહસ્યમય રીતે ગુમ:બંનેનું અપહરણની થયાની આશંકા, એક બાળક સુરેન્દ્રનગર પહોંચ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી

    1 day ago

    જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાંથી બે સગીર બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતા વ્યાપી છે. 9 અને 14 વર્ષના આ બાળકો 27 જુલાઈની સાંજે રમવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ફર્યા ન હતા. પરિવારે અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. 9 વર્ષીય પુત્ર તેના 14 વર્ષીય મિત્ર સાથે રમવા ગયા બાદ બંને ગુમ ફરિયાદ મુજબ, કાલાવડના જીવાપર રોડ પર આવેલા કૈલાશનગરમાં રહેતા નીલેષગીરી રામગીરી અપારનાથીનો 9 વર્ષીય પુત્ર તેના 14 વર્ષીય મિત્ર સાથે સાંજે 6 વાગ્યે રમવા ગયો હતો. તે પોતાની સાથે ₹300 રાખેલું પાકીટ પણ લઈ ગયો હતો. સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ આસપાસ અને સગા-સંબંધીઓ પાસે શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. વાલીએ અપહરણની આશંકાની ફરિયાદ નોંધાવી વાલીઓએ અજાણ્યા શખ્સે બંને સગીરોનું અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીનો પુત્ર રાખોડી રંગનું ટી-શર્ટ અને રાખોડી પેન્ટ પહેરેલો હતો, જ્યારે તેના મિત્રએ કાળા રંગનું પેન્ટ તથા ક્રીમ રંગનો કાળા પાંદડાની ડિઝાઇનવાળો શર્ટ પહેર્યો હતો. એક બાળકની સુરેન્દ્રનગરમાં શોધખોળ કાલાવડ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી બંને સગીરોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી છે કે એક બાળક સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો છે. આથી, કાલાવડ પોલીસની એક ટુકડી તાત્કાલિક સુરેન્દ્રનગર રવાના થઈ છે અને સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને બાળકનો કબજો મેળવવા કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગો પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત:માર્ગ અને મકાન વિભાગની 11 ટીમની યુદ્ધના ધોરણે કામગીરી, જિલ્લા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત
    Next Article
    આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો, VIDEO:સાવરકુંડલામાં દેશી ફટાકડા બનાવતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના; હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment