Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો, VIDEO:સાવરકુંડલામાં દેશી ફટાકડા બનાવતી વખતે ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના; હોસ્પિટલ પહોંચે તે પહેલા જ દમ તોડ્યો

    1 day ago

    અમરેલીના સાવરકુંડલામાં દિવાળીના તહેવાર માટે દેશી ફટાકડા (કોકડા) બનાવતી વખતે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. દેશી હર્બલ ફટાકડાનો દારૂગોળો બનાવતી વેળાએ ઇલેક્ટ્રિક ઘંટીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં ભીષણ આગ લાગી હતી. આ આગની જ્વાળામાં 17 વર્ષીય સગીર જીવતો સળગ્યો હતો. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. ઘંટીમાં શોર્ટ સર્કિટ થતાં જ આગ લાગી આ અંગે મળતી માહિતી મુજબ, સાવરકુંડલામાં આગામી દિવાળી તહેવાર નિમિત્તે દેશી ફટાકડા (કોકડા) તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હતી. અહીં બપોરના સમયે દારૂગોળો તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઇલેક્ટ્રિક ઘંટીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આ આગની ચપેટમાં નજીક ઊભેલો કિશન મકવાણા નામનો સગીર આવી જતા ગંભીર રીતે દાઝી ગયો હતો. આ દરમિયાન આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાનો કાળજું કંપાવનારો વીડિયો સામે આવ્યો આ વીડિયોમાં સગીર જમીન પર અત્યંત ગંભીર રીતે દાઝેલી હાલતમાં પડેલો દેખાય છે, જ્યાં આગ અને દારૂગોળાના કારણે તેનું આખું શરીર કાળું પડી ગયું છે. તેની પાસે બેઠેલો એક યુવક તેને સાંત્વના આપી રહ્યો છે, જ્યારે આસપાસ એકત્ર થયેલા લોકો તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરવા અને મદદ માટે બૂમો પાડી રહ્યા છે. રાજકોટ ખાતે સારવાર મળે તે પહેલા જ મોત ઘટના બનતા જ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત સગીરને તુરંત જ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, શરીરનો મોટા ભાગનો હિસ્સો ગંભીર રીતે દાઝી ગયો હોવાથી સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કોઈ મોટા ફટાકડા નથી પરંતુ આ કોકડા છે. દિવાળી તહેવારમાં વર્ષોની પરંપરા મુજબ સાવરકુંડલા શહેરમાં ઈંગોરિયા યુદ્ધ ખેલાઈ છે જેમાં આ કોકડાનો ઉપયોગ થાય છે. આ કોકડામાં દારૂખાનું ભરવામાં આવે છે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. સાવરકુંડલા શહેરમાં અનેક ઘરે આવા કોકડા બનાવવામાં આવે છે જેને દિવાળી સમયે વેંચાણ કરવામાં આવે છે. સાવરકુંડલાની ઓળખ છે ‘ઈંગોરિયા યુદ્ધ’ અમરેલીના સાવરકુંડલા શહેરમાં છેલ્લા 8 દાયકાથી દિવાળીની રાત્રે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે. સામાન્ય રીતે યુદ્ધ ગુસ્સાના ભાવ સાથે ખેલાતા હોય છે. પરંતુ, દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં ખેલાતું ઈંગોરિયા યુદ્ધ હસતા મોઢે ખેલવામાં આવે છે. લોકો નિર્દોષભાવ સાથે સામસામે એકબીજા પર સળગતા ઈંગોરિયા ફેંકી ઉજવણી કરતા હોય છે. દિવાળીની રાત્રે આ યુદ્ધ રાત્રિના 10 વાગ્યાથી વહેલી સવાર સુધી ચાલતું હોય છે. ઈંગોરિયાના ઝાડ ઘટતા કોકડાનો ઉપયોગ શરૂ કરાયો સાવરકુંડલામાં લોકો વર્ષોથી દિવાળીની રાત્રે ઈંગોરિયાથી યુદ્ધ કરતા આવ્યા છે. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોથી ઈંગોરિયાના વૃક્ષો ઘટી જતા ઈંગોરિયા મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે અહીંના લોકોએ ઈંગોરિયાના વિકલ્પમાં કોકડીમાં જે પુઠ્ઠાની ભૂંગળી આવે છે તેનો ઉપયોગ શરૂ કર્યો છે. કઈ રીતે બંને છે ઈંગોરિયા? ઈંગોરિયા યુદ્ધમાં જે ઈંગોરિયા કે કોકડાનો ઉપયોગ થાય છે તેમાં ઠાંસીઠાંસીને કોલસાની ભૂંકી ભરવામાં આવે છે. કોલસાની ભૂંકી બાદ પથ્થર નાખવામાં આવ છે. ત્યારબાદ ડ્રીલની મદદથી એક હોલ કરવામાં આવે છે. દિવાળીના બે ત્રણ મહિના પહેલા જ કારીગરો કોકડા તૈયાર કરવાનું શરૂ કરી દે છે. અમરેલીમાં સાવરકુંડલા ઉપરાંત રાજુલામાં પણ આગની ઘટના બની રાજુલા નજીક આવેલા હિંડોરણા ચોકડી પાસે ગઈકાલે સતનામ પંજાબી ધાબામાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઢાબાના સંચાલક સહિત કુલ 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. રસોઈ બનાવતી વખતે સિલિન્ડર લીકેજ થતાં અફરાતફરી હિંડોરણા ચોકડી સ્થિત સતનામ પંજાબી ઢાબામાં દૈનિક કામગીરી દરમિયાન રસોઈ બનાવવામાં આવી રહી હતી, ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાંથી ગૅસ લીકેજ થવાનું શરૂ થયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ઢાબા પરિસરમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. 6 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા આ દુર્ઘટનામાં લપેટાઈ જવાથી ધાબાના સંચાલક કરમસિંહ ગુરુદેવ સિંહ ઉપરાંત કમલજીતસિંહ, બહાદુરસિંહ, આનંદ સિંહ, શામુભાઈ અને દેતલબેન નાથાભાઇ નામના 6 વ્યક્તિઓ દાઝી ગયા હતા. ઘટનાના પગલે તમામ ઈજાગ્રસ્તોને ત્વરિત ધોરણે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 પોલીસ ટીમ તેમજ નાયબ મામલતદાર અને તલાટી સહિતનો વહીવટી સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ શરૂ પોલીસે આ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગેસનો બાટલો કયા કારણોસર લીકેજ થયો અને આગ લાગવા પાછળ કોઈ અન્ય તાંત્રિક ખામી જવાબદાર હતી કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ ચલાવવામાં આવી રહી છે. આ પણ વાંચો ગીતામંદિર પાસે દુકાનમાં ગેસ લીકેજ બાદ આગ:બ્લાસ્ટનો લાઈવ વીડિયો સામે આવ્યો, 3 લોકોને ઈજા થતા સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાયા એક મહિના પહેલા ગેસ લિકેજથી આગ લાગવાની આવી જ એક ઘટના અમદાવાદમાં બની હતી.અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન સામે ગો ગેસ નામની એજંસીમાં ગેસના બાટલામાં લીકેજ હોવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યા બાદ બ્લાસ્ટ પણ થયો હતો. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા. આગમાં 6 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. (સંપૂર્ણ અહેવાલ વાંચવ માટે અહીં ક્લીક કરો)
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાંથી બે સગીર બાળકો રહસ્યમય રીતે ગુમ:બંનેનું અપહરણની થયાની આશંકા, એક બાળક સુરેન્દ્રનગર પહોંચ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી
    Next Article
    ‘I was her unpaid househelp’: Raja Chaudhary on ex Shweta Tiwari, has blocked daughter Palak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment