Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગો પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત:માર્ગ અને મકાન વિભાગની 11 ટીમની યુદ્ધના ધોરણે કામગીરી, જિલ્લા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત આઠ તાલુકાઓમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક રાજ્ય ધોરીમાર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગોને વ્યાપક નુકસાન થયું હતું. વરસાદી પાણીના પ્રવાહથી રસ્તાઓ ધોવાઈ ગયા હતા, રેઇન કટ સર્જાયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માર્ગ અને મકાન પેટા વિભાગ, પાલનપુર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદનો વિરામ મળતાં જ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ અસરગ્રસ્ત માર્ગોનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા, ઇમરજન્સી પ્રતિસાદ હેઠળ 11 ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ રેઇન કટ ભરવા, ધોવાઈ ગયેલા માર્ગોનું પુરાણ કરવા, રોડ સાઇડ ડ્રેઇનની સફાઈ કરવા અને રસ્તા પર જમા થયેલી માટી, કાંકરી તથા કાટમાળ દૂર કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી. આ કામગીરીના પરિણામે, મુખ્ય અને ગ્રામ્ય માર્ગો પર વાહનવ્યવહાર પુનઃ શરૂ થયો છે. ગામો વચ્ચેનો સંપર્ક ફરી સ્થાપિત થતાં ખેડૂતો, વિદ્યાર્થીઓ, ઇમરજન્સી સેવાઓ અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં રાહત મળી છે. જિલ્લા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યો છે. માર્ગ અને મકાન પેટા વિભાગ, પાલનપુર દ્વારા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને દિવસ-રાત સતત કામગીરી કરવામાં આવી રહી છે. વિભાગની આ ઝડપી અને અસરકારક કામગીરીને સ્થાનિક ગ્રામજનો, વાહનચાલકો અને જનપ્રતિનિધિઓ દ્વારા વ્યાપક પ્રશંસા મળી છે. આગામી દિવસોમાં પણ તમામ રાજ્ય ધોરીમાર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગોનું સતત મોનિટરિંગ ચાલુ રહેશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને અવરોધમુક્ત વાહનવ્યવહારની સુવિધા મળતી રહે.
    Click here to Read More
    Previous Article
    પતિ-પત્ની ઘર અને બાળકનાં ખર્ચાઓ સાથે મળીને ઉઠાવે- બોમ્બે હાઈકોર્ટ:પતિ બે EMI આપતો હતો, પત્નીનું માસિક ભરણપોષણ 50 હજારથી ઘટાડીને 25,000 કર્યું
    Next Article
    કાલાવડમાંથી બે સગીર બાળકો રહસ્યમય રીતે ગુમ:બંનેનું અપહરણની થયાની આશંકા, એક બાળક સુરેન્દ્રનગર પહોંચ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment