Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ-પત્ની ઘર અને બાળકનાં ખર્ચાઓ સાથે મળીને ઉઠાવે- બોમ્બે હાઈકોર્ટ:પતિ બે EMI આપતો હતો, પત્નીનું માસિક ભરણપોષણ 50 હજારથી ઘટાડીને 25,000 કર્યું

    1 day ago

    બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જો બંને પાર્ટનર કમાણી કરતા હોય, તો ઘર અને બાળકના શિક્ષણનો ખર્ચ બંનેએ ઉઠાવવો જોઈએ. કોર્ટે આ ટિપ્પણી તે અરજી પર કરી હતી, જેમાં એક પતિએ પત્ની અને સગીર પુત્ર માટે નિર્ધારિત માસિક ભરણપોષણ ભથ્થું ઘટાડવાની માગ કરી હતી. જસ્ટિસ એમ.એમ. સથાયેની સિંગલ બેન્ચે ગયા અઠવાડિયે આ આદેશ આપ્યો. બેન્ચે કહ્યું કે સમાનતાનો દાવો પસંદગીપૂર્વક કરી શકાય નહીં. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના તે આદેશને રદ કર્યો, જેમાં વ્યક્તિને તેની પત્ની અને પુત્રને દર મહિને 50 હજાર રૂપિયા ભરણપોષણ ભથ્થું આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ રકમને ઘટાડીને 25 હજાર રૂપિયા કરી દીધી છે. પત્નીએ ઘર બદલવાનો ઇનકાર કર્યો હતો બંનેનું કમાવવું જરૂરી કોર્ટે કહ્યું- જ્યારે બંને પક્ષ કમાતા હોય અને લાઇફ સ્ટાઇલ જાળવી રાખવી હોય, તો બંનેએ યોગદાન આપવું પડશે. જો બાળકોને સારું શિક્ષણ મળે તેમ ઇચ્છતા હોય, તો બંને પાસેથી જ ખર્ચમાં યોગદાનની અપેક્ષા રાખવામાં આવે છે. પતિએ કહ્યું હતું કે કોવિડ દરમિયાન તેમની નોકરી જતી રહી હતી. હવે તે ખૂબ ઓછા પગાર પર કામ કરી રહ્યો છે અને આર્થિક દબાણમાં છે. કોર્ટે માન્યું કે કોવિડ મહામારીએ ઘણા લોકોના કરિયર અને વ્યવસાયને અસર કરી છે, તેથી વ્યક્તિની કમાણી ઓછી થવાનું કારણ સ્પષ્ટ છે.
    Click here to Read More
    Previous Article
    જાપાનના કુમામોટોમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ:40થી વધુ ઘાયલ; રસ્તાઓ તૂટ્યા, દીવાલો પડી, 48 હજાર ઘરોમાં વીજળી ગુલ
    Next Article
    બનાસકાંઠામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગો પર વાહનવ્યવહાર પુનઃસ્થાપિત:માર્ગ અને મકાન વિભાગની 11 ટીમની યુદ્ધના ધોરણે કામગીરી, જિલ્લા કક્ષાએ 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment