Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાપાનના કુમામોટોમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ:40થી વધુ ઘાયલ; રસ્તાઓ તૂટ્યા, દીવાલો પડી, 48 હજાર ઘરોમાં વીજળી ગુલ

    1 day ago

    જાપાનના દક્ષિણી દ્વીપ ક્યુશૂના કુમામોટોમાં મંગળવારે 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ પહેલાં ભૂકંપની તીવ્રતા 7.1 દર્શાવવામાં આવી હતી. જાપાન હવામાન એજન્સી (JMA)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કુમામોટોના દરિયાકાંઠાના શહેર ઉટો નજીક 10 કિમીની ઊંડાઈએ હતું. શરૂઆતી આંચકાઓ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, જેને પાછળથી પરત ખેંચી લેવામાં આવી હતી. રોયટર્સના જણાવ્યા અનુસાર, ભૂકંપના આંચકાઓમાં અત્યાર સુધીમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. સાથે જ, 48,300થી વધુ ઘરોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. વીજ કંપની ક્યુશૂ ઈલેક્ટ્રિક પાવરે જણાવ્યું કે વીજળી પુનઃસ્થાપિત કરવાનું કામ ચાલુ છે. ભૂકંપને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. ઘણી જગ્યાએ આગ લાગવાની અને લોકો ઘાયલ થવાના પણ અહેવાલો છે. રાહત અને બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જાપાન હવામાન એજન્સી (JMA)એ લોકોને ચેતવણી આપી છે કે આગામી થોડા દિવસો સુધી આફ્ટરશોક્સ આવી શકે છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભૂકંપને લગતા ફુટેજ… જાપાન ભૂકંપ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર નજર કરો…
    Click here to Read More
    Previous Article
    FIFA વર્લ્ડ કપ પછી લિયોનેલ મેસ્સીની ખાસ ભેટ:આર્જેન્ટિનાના દરેક ખેલાડીને પર્સનલાઇઝ્ડ બેગ અને મેટ સેટ આપ્યા
    Next Article
    પતિ-પત્ની ઘર અને બાળકનાં ખર્ચાઓ સાથે મળીને ઉઠાવે- બોમ્બે હાઈકોર્ટ:પતિ બે EMI આપતો હતો, પત્નીનું માસિક ભરણપોષણ 50 હજારથી ઘટાડીને 25,000 કર્યું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment