Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમે પરિવારનું કાઉન્સિલિંગ કરીને સમાધાન કરાવ્યું:વડોદરામાં સાવકા પિતાએ મારપીટ કરતા યુવતીએ ઘર છોડીને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ, અભયમની ટીમે માતા પિતા અને દીકરીનું કાઉન્સેલિંગ કર્યું

    2 days ago

    ઘરના મતભેદના કારણે ઘર છોડવાની જીદ પર અડગ રહેલી એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેથી 181 અભયમની ટીમે તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતી તેમજ તેના માતા અને સાવકા પિતાને સમજાવટ આપ્યા બાદ પરિવાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. ત્યારબાદ યુવતી માતા-પિતા સાથે ઘરે પરત જવા રાજી થઈ હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, તેના માતા-પિતાના છૂટાછેડા થયા બાદ તે પોતાની માતા સાથે રહેતી હતી. બાદમાં માતાએ બીજા લગ્ન કર્યા હતા, જેના કારણે પરિવારમાં નવા સંબંધોને સ્વીકારવામાં તેને મુશ્કેલી પડી હતી. સાવકા પિતા ઘણીવાર હકીકત જાણ્યા વિના તેના પર આક્ષેપ કરતા અને મારપીટ પણ કરતા હતા. આ અંગે માતાને જાણ કરવા છતાં માતા દીકરીને જ સમજાવતી હતી. ત્યારબાદ યુવતીએ નોકરી શરૂ કરીને પોતાનો ખર્ચ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. નોકરી દરમિયાન તેના મિત્રો બન્યા હતા, પરંતુ પરિવારને લાગતું હતું કે, યુવતી ફોન અને મિત્રો પર વધુ ધ્યાન આપે છે. જેના કારણે તે બહાર કોઈ સાથે વાત કરતી જોવા મળે, ત્યારે પણ ઘરમાં ઝઘડા થતા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને યુવતી ઘર છોડવા માંગતી હતી. 181 અભયમની ટીમે સૌપ્રથમ યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ માતા અને સાવકા પિતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. અભયમની ટીમે સમજાવ્યું હતું કે, નવા પિતાને સ્વીકારવામાં યુવતીને સમય લાગવો સ્વાભાવિક છે અને તેના વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવો જરૂરી છે. સાથે જ માતાને પણ દીકરીને પૂરતો પ્રેમ, વિશ્વાસ અને સમય આપવાની સલાહ આપી હતી. અંતે બંને પક્ષોને સમજાવટ બાદ પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. યુવતી માતા-પિતા સાથે ઘરે પરત જવા તૈયાર થઈ હતી, જ્યારે માતા અને સાવકા પિતાએ પણ તેને પ્રેમપૂર્વક અને સમજદારીથી રાખવાની જવાબદારી સ્વીકારી હતી. 181 અભયમની સમયસરની કાઉન્સેલિંગથી એક પરિવાર ફરી એકવાર એક થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મહિલાના શરીરમાંથી 35 લાખની કિંમતનું 270 ગ્રામ સોનું મળ્યું:દુબઈથી દાણચોરી કરી અમદાવાદ લાવી હતી, કસ્ટમે હોસ્પિટલ લઈ જઈ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો
    Next Article
    માંડવીમાં 18 શિક્ષકોને 'નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ':ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન, ધોરણ-2ના વિદ્યાર્થીઓને નિપુણ બનાવવામાં યોગદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment