Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના શરીરમાંથી 35 લાખની કિંમતનું 270 ગ્રામ સોનું મળ્યું:દુબઈથી દાણચોરી કરી અમદાવાદ લાવી હતી, કસ્ટમે હોસ્પિટલ લઈ જઈ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો

    2 दिन पहले

    અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એકવાર મુસાફરના શરીરની અંદર છુપાવેલું લાખો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. દુબઈથી આવેલી એક મહિલાને હોસ્પિટલ લઈ જઈ તપાસ કરવામાં આવતા શરીરમાં છુપાવેલું 270 ગ્રામ ગોલ્ડ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 35 લાખ રૂપિયા થવા જાય છે. દુબઈથી દાણચોરી કરી સોનું લાવવામાં આવ્યું હતું અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી દાણચોરીના બનાવમાં વધારો થયો છે. દુબઈથી આવી રહેલી એક મહિલા પાસે દાણચોરીનું સોનું હોવાની બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ મહિલાને ઝડપી પાડી હતી. જો કે, તેના કબજામાં સોનું ન દેખાતા અધિકારીઓએ મહિલાને હોસ્પિટલ તપાસ માટે મોકલવામાં આવી હતી. જ્યાં તબીબોએ તપાસ કરતા શરીરમાંથી 270 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. જેની બજાર કિંમત 35 લાખ રૂપિયા થવા જાય છે. અમદાવાદ કસ્ટમ દ્વારા લાખો રૂપિયાની કિંમતના આ સોનાને કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ સમાચાર પણ વાંચોઃ અબુધાબી અને દુબઈથી આવેલા મુસાફરો પાસેથી ₹1.33 કરોડનું સોનું જપ્ત અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનું લઈને નીકળેલા મુસાફરોને અસલી પોલીસે લૂંટી લીધાની તાજેતરની ઘટના બાદ કસ્ટમ્સ અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે પોતાના બાતમીદારોને સક્રિય કરીને એરપોર્ટ પર બાજ નજર રાખવાનું સઘન બનાવતા જ મોટી સફળતા મળી છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા સતત બે દિવસમાં બે જુદા-જુદા કેસ કરીને અબુ ધાબી અને દુબઈથી આવેલા મુસાફરો પાસેથી 1.33 કરોડથી વધુની કિંમતનું 24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) ફ્લાઈટમાં ટોઇલેટના સ્પીકરમાંથી 4 કરોડનું સોનું ઝડપાયું અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને અંદાજે ₹4 કરોડની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે. દુબઈથી આવેલી ફ્લાઈટમાં સ્મગલરોની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને અધિકારીઓ ગોથે ચડ્યા હતાં. આજે 12 જૂન ફલાઈટના આગળના લેવેટરી (ટોઇલેટ) સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટીક ટેપમાં લપેટેલી હાલતમાં બે પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચમાંથી 24 સોનાના બિસ્ક્રીટ મળી આવ્યા હતાં. 999 કેરેટના આ બિસ્ક્રીટોની બજાર કિંમત 4 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ અત્યંત કિંમતી હોવા છતાં તે અંગે કોઇએ દાવો નહીં કરતાં કસ્ટમ્સ વિભાગે તે સોનાનો જથ્થો કબ્જે કરીને માલિકને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    બેન પર નજર બગાડનાર ભાઈ સમાન મિત્રની હત્યા:રાજકોટમાં ચા પીવાના બહાને લઇ જઇ બે શખ્સોએ સતત એક કલાક સુધી માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો, સગીર સહીત ચારની ધરપકડ
    Next Article
    અભયમે પરિવારનું કાઉન્સિલિંગ કરીને સમાધાન કરાવ્યું:વડોદરામાં સાવકા પિતાએ મારપીટ કરતા યુવતીએ ઘર છોડીને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ, અભયમની ટીમે માતા પિતા અને દીકરીનું કાઉન્સેલિંગ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment