Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેન પર નજર બગાડનાર ભાઈ સમાન મિત્રની હત્યા:રાજકોટમાં ચા પીવાના બહાને લઇ જઇ બે શખ્સોએ સતત એક કલાક સુધી માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો, સગીર સહીત ચારની ધરપકડ

    1 day ago

    રાજકોટના રૂખડિયા પરા વિસ્તારમાં થયેલ હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકમાં જ ઉકેલી નાખી એક સગીર સહીત ચાર શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતક ઉમંગને આરોપી નાઝિરના મોટા ભાઈ આશીફ સાથે ગાઢ મિત્રતા હતી અને બન્ને ભાઈની જેમ રહેતા હતા આ માટે તેમને ઘરે પણ આવરજવરો રહેતો હતો દરમિયાન મૃતક ઉમંગએ મિત્રની બહેન પર નજર બગાડી હોવાની જાણ થતા ગઈકાલે નાઝિરે ચા પીવાના બહાને સાથે લઇ જઈ પોતાના મિત્ર સુજલ સાથે મળી સતત એક કલાક સુધી ધોકા પાઇપ વડે બેફામ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂખડીયા ફાટક પાસે વાયરલેસ ઓફિસની બાજુમાં રહેતા મૃતક ઉમંગના પિતા રણજીતભાઈ પુનાભાઈ જાખેલીયા (ઉં.વ.48)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મારા પરીવાર સાથે રહું છું અને કલર કામની મજુરીકામ કરું છું. મારે સંતાનમાં બે દિકરા તથા બે દિકરીઓ છે. ગઈકાલે તા.27.07.2026ના સવારનાં હું રેલ્વે હોસ્પિટલ રાજકોટ ખાતે કલર કામ કરવા ગયો હતો મારા દિકરા ઉમંગ તથા વિકાસ કામ ઉપર આવ્યા ન હતા અને ઘરે રોકાયેલ હતા. બપોરનાં 2.30 વાગ્યા આસપાસ પાડોશમાં રહેતો નાઝિર ઉર્ફે ઘેટી ઘરે આવી ઉમંગને ચા પીવાનું કહી ઘરેથી લઇ ગયો હતો. દરમ્યાન સાંજનાં 5 વાગ્યા આસપાસ અમારા વિસ્તારમાં જ રહેતો આસિફ તથા એક અજાણ્યો માણસ ઉમંગને તેના પિતરાઈ ભાઈની દુકાન પાસે સફેદ કલરના એકસેસ મોટર સાઇકલમાં લઈ આવીને ફેંકીને જતા રહ્યા હતા આ સમયે ઉમંગ બેભાન હાલતમાં હતો. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર મળે એ પહેલા દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાઝિર ઉર્ફે ઘેટી વાઘેરને ઝડપી પ્રદ્યુમનનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો જયારે એક સગીર સહીત બાકીના 3 આરોપી આશીફ ઉર્ફે ગુલામહુશેન સોસામણ અને સુજલ કાળું રામાવતને પ્રદ્યુમનનગર પોલીસે ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં મૃતક ઉમંગ રણજીતભાઈ જાખેલીયા (ઉં.વ.23)ને આરોપી નાઝીરના મોટાભાઈ આશીફ સાથે ગાઢ મિત્રતા હતી બન્ને ભાઈની જેમ રહેતા હતા જેથી એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર પણ હતો. દરમિયાન મૃતક ઉમંગ દ્વારા આશીફની બહેનને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી વાતચીત કરતો હતો જેની જાણ નાઝીરને થઈ હતી જેથી ઉશ્કેરાઈને નાઝિર દ્વારા હત્યાનો પ્લાન બનાવી ઉમંગને તેના ઘરેથી ચા પીવાના બહાને જુના રેલવે સ્ટેશન પાસે અવાવરું ખંઢેર જગ્યાએ લઇ જઈ નાઝિર અને સુજલ દ્વારા સતત એક કલાક સુધી ઉમંગને બેફામ માર મારવામાં આવ્યો હતો બાદમાં મિત્ર આશીફને અને સગીરને બોલાવી ઉમંગને તેના ઘર પાસે મૂકી આવવા કહેતા બંનેની પણ હત્યાના ગુનામાં મદદગાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જર્જરિત મકાનનો સ્લેબ તૂટતા મેડીકલ સ્ટોરના માલિકનું મોત:ફાયર વિભાગે કાટમાળ નીચે દબાયેલા વૃદ્ધને હોસ્પિટલ મોકલ્યા, સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
    Next Article
    મહિલાના શરીરમાંથી 35 લાખની કિંમતનું 270 ગ્રામ સોનું મળ્યું:દુબઈથી દાણચોરી કરી અમદાવાદ લાવી હતી, કસ્ટમે હોસ્પિટલ લઈ જઈ તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment