Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મીયધામ ખાતે સેવાસેતુમાં પ્રજાને 18 જેટલી કામગીરી કરી આપવામાં આવી‎:ભરૂચ જિલ્લામાં 2 લાખથી વધુ લોકોને સરકારના યોજનાકીય લાભો આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો

    1 day ago

    ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પારદર્શી પ્રશાસન તેમજ પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે શહેરના આત્મીય સંસ્કાર ધામ હોલ ખાતે 12મા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સંકલ્પ અભિયાનની શ્રેણી હેઠળ આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારની યોજનાઓ થકી ગરીબી રેખા નીચે જીવતા લોકોના જીવનસ્તરમાં સતત સુધારો થયો છે. ભરૂચ જિલ્લામાં આશરે 2 લાખ લોકોને વિવિધ યોજનાકીય લાભો પહોંચાડવાનો લક્ષ્યાંક છે. પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યુંકે સરકારની યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા નગરપાલિકા કટિબદ્ધ છે. આ કાર્યક્રમ દરમિયાન પોષણ માસનીઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનના જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો તેમજ નાગરિકોએ સ્વચ્છતા માટે શપથ લીધા હતા. આ કેમ્પમાં નગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, શહેરના અગ્રણીઓ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નખત્રાણા ST બસ સ્ટેશન પર નિઃશુલ્ક નેત્ર તપાસ કેમ્પ યોજાયો:તાલુકા ભાજપ અને કે.સી. આરસીના સહયોગથી મુસાફરો અને કર્મચારીઓએ લાભ લીધો
    Next Article
    US Signs $410 Million Third-Country Deportation Deals With 31 Nations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment