Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લજાઈ ચોકડી પાસે ખરાબ રસ્તાથી કંટાળી સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન:ચક્કાજામથી વાહનોની લાંબી કતારો જામી; સહી ઝુંબેશ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી

    1 day ago

    ટંકારા તાલુકાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ ઉબડખાબડ રસ્તાથી કંટાળીને સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. વારંવારની રજૂઆતો છતાં રોડનું કામ ન થતાં આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. ચક્કાજામને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં રસ્તાનું કામ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મોરબી-રાજકોટ રોડને ફોરલેન બનાવવા માટે વર્ષ 2016ના ઓગસ્ટ મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી તેનું કામ ચાલુ છે, પરંતુ આઠ વર્ષ પછી પણ રોડનું 100 ટકા કામ પૂર્ણ થયું નથી. રોડનું કામ અધૂરું હોવા છતાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નાના-મોટા અકસ્માતો પણ અવારનવાર સર્જાય છે. ખાસ કરીને લજાઈ ચોકડીથી મોરબી સુધીના રસ્તા પર મોટા ખાડા પડ્યા છે. અધિકારીઓ અને નેતાઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડની મરામત કરવામાં આવતી નથી.
    Click here to Read More
    Previous Article
    મહિલાના ગળામાંથી 2 શખસ સોનાની ચેઈન ખેંચીને ફરાર:એડમિન ઓફિસરે કંપનીના રૂપિયાથી પોતાની લાખોની લોન, દેવું ભરી દીધું; કાલુપુરમાં વેપારી પર યુવકનો છરીથી હુમલો
    Next Article
    માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બન્ને પક્ષોનું એડીચોટીનું જોર:મતદારોને રીઝવવા ભાજપે પદયાત્રા કાઢી તો કોંગ્રેસની સંકલ્પ રેલી; 30 જુલાઈએ મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment