Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર દારૂ કેસના 2 ફરાર આરોપી ઝડપાયા:રાજકોટ રેન્જ ટીમે 80 લાખના વિદેશી દારૂ કેસમાં મોટાકાલાવડ પાસેથી દબોચ્યા

    11 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 80 લાખ રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો હતો. આ કેસમાં ફરાર બે આરોપીઓને રાજકોટ રેન્જ ટીમે બાતમીના આધારે પકડી પાડ્યા છે. રાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાયે ગુના આચરી ફરાર થયેલા આરોપીઓને પકડવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે રાજકોટ રેન્જના PI અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI પી.એન. મોરી અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. PSI સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરાઈ. ટીમે મોટાકાલાવડ ગામ પાસે આવેલા ચાર પાટિયા પાસેથી બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીઓના નામ દિલીપ સાજણભાઈ વારોતરિયા અને અનિલ માલદેભાઈ કનારા છે. બંને મોટાકાલાવડ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકાના રહેવાસી છે. તેમને ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પીપળજ નજીક ગટરમાં ખાબકેલી બાળકીની બે દિવસ બાદ ભાળ નહીં:આખા રોડ પરની ડ્રેનેજ લાઈનોમાં તપાસ, બાળકી જીવિત મળવાની શક્યતા નહીંવત
    Next Article
    ફાયર NOC વગર જીગરદાન ગઢવીના ગરબા કોના આશીર્વાદથી યોજાયા?:3 હજાર લોકો ગરબે ઘૂમ્યા ત્યારે પોલીસ કેમ ઊંઘમાં હતી; સાચી નવરાત્રિના આયોજકો પર કાર્યવાહી થશે?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment