Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપળજ નજીક ગટરમાં ખાબકેલી બાળકીની બે દિવસ બાદ ભાળ નહીં:આખા રોડ પરની ડ્રેનેજ લાઈનોમાં તપાસ, બાળકી જીવિત મળવાની શક્યતા નહીંવત

    10 hours ago

    શહેરના નારોલ- વિશાલા હાઈવે પર પીપળજ નજીક ઊંડી ડ્રેનેજ લાઈનમાં પડેલી બાળકીનો બે દિવસ સમય વીતી ગયા બાદ પણ હજી સુધી કોઈ ભાળ મળી નથી. અમદાવાદ ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર બાળકીને શોધવા નદીના આઉટલેટથી લઈને અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી રહી છે. જો કે હજી સુધી બાળકી અંગે કોઈ જાણકારી મળી રહી નથી, ત્યારે હવે બાળકીનું જીવિત મળી આવવું ખૂબ જ અઘરું લાગી રહ્યું છે. જો કે કોર્પોરેશન તંત્ર ડ્રેનેજ લાઈનના ડ્રોઈંગના આધારે અલગ અલગ મેઈન હોલમાં શોધખોળ કરી રહી છે. બાળકીને શોધવા ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની સાથે ઝોન અને ડ્રેનેજ પ્રોજેક્ટની ટીમ દ્વારા બાળકી ને શોધવા માટે સતત કામગીરી કરી રહી છે. 24 કલાક ટીમ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી રહી છે. અને પ્રોજેક્ટ પાસેથી ડ્રોઈંગ મેળવવામાં આવ્યા છે. બે ડ્રોઈંગના આધારે અલગ અલગ જગ્યાના મેઈન હોલમાં અને મુખ્ય લાઈનમાં CCTV નાખી અને પણ તપાસ કરવામાં આવી રહી છે. બાળકીને શોધવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે. મુખ્ય લાઈન હોવાથી ATPમાં જઈને ત્યાંથી નદીના આઉટલેટમાં જાય છે. ડ્રેનેજ લાઈનને સાફ કરીને શોધવાની કામગીરી નારોલ- વિશાલા હાઇવે પર પીપળજ નજીક મુખ્ય ડ્રેનેજ લાઈનમાં મનીષા સલાટ નામની બાળકી શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ પડી ગઈ હતી, જેને શોધવા માટે ફાયર વિભાગ દ્વારા સાંજથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જો કે મુખ્ય લાઈન હોવાના કારણે બાળકી અંદર ખૂબ ઊંડે સુધી જતી રહી હોવાની અને ગટર લાઈનમાં ગેસ ખૂબ જ વધારે હોવાના પગલે ફાયર બ્રિગેડને પણ અંદર ઉતરીને તપાસ કરવામાં તકલીફ પડી હતી. ડ્રેનેજ લાઈનને સાફ કરીને શોધવાના પ્રયત્નો હવે શરૂ કરવામાં આવ્યા છે. બાળકી જીવિત હોવાની શક્યતા નહીંવત બાળકીનો છેલ્લા બે દિવસથી કોઈ અતો પતો મળી રહ્યો નથી ત્યારે હવે બાળકી મુખ્ય ડ્રેનેજ લાઈન માંથી એસટીપી માં થઈને સાબરમતી નદી તરફ વહેણમાં નીકળી ગઈ હોવાની એક શક્યતા છે. તો બીજી શક્યતા મુજબ મુખ્ય ટ્રંક લાઈનમાં અન્ય કોઈ લાઈન જઈ રહી હોય તેમાં બાળકી ગઈ હોય શક્યતાના પગલે અલગ અલગ મેઈન હોલ ખોલીને સીસીટીવીના આધારે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બે દિવસથી ફાયર બ્રિગેડની સાથે કોર્પોરેશનના ડ્રેનેસ પ્રોજેક્ટ અને ઇજનેર વિભાગની ટીમ હાલ શોધખોળ કરી રહી છે. જોકે હવે બાળકી જેવી જીવિત મળશે કે કેમ તેને લઈને પણ શક્યતા નહીવત જણાય છે.
    Click here to Read More
    Previous Article
    સાંસદ મનસુખ વસાવાએ રાજપીપલામાં ગ્રામ હાટનો શુભારંભ કર્યો:સ્થાનિક સખી મંડળોની બહેનોના ઉત્પાદનોના વેચાણ માટે, 'લોકલ ફોર વોકલ'નો મંત્ર સાકાર કરવા અપીલ
    Next Article
    લાલપુર દારૂ કેસના 2 ફરાર આરોપી ઝડપાયા:રાજકોટ રેન્જ ટીમે 80 લાખના વિદેશી દારૂ કેસમાં મોટાકાલાવડ પાસેથી દબોચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment