Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રશાંત સિનેમા નજીક મનપાનું ટ્રેક્ટર જ ખાડામાં ફસાયું:પાઇપલાઇન નાખ્યા બાદ નબળા પુરાણથી પ્રજા પરેશાન

    2 days ago

    મહેસાણા શહેરના પ્રશાંત સિનેમા વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. તાજેતરમાં પાઇપલાઇનના કામકાજ અર્થે કરાયેલા ખોદકામ બાદ યોગ્ય પુરાણ ન થતાં, તે જ ખાડામાં માટી પૂરેવા નીકળેલું મનપાનું પોતાનું જ ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. આ ઘટનાને પગલે મનપાની નબળી કામગીરી સામે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોચી માટીમાં ટ્રેક્ટરના પૈડાં ખૂંપી જતાં લોકો એકઠા થયા પ્રશાંત સિનેમા નજીક પાઇપલાઇન નાખ્યા બાદ મનપા દ્વારા માટીનું નબળું પુરાણ કરાયું હતું. જેના કારણે જમીન પોચી રહી જતાં ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરના પૈડાં ઊંડા ઉતરી ગયા હતા. મનપાનું વાહન જ ખાડામાં ફસાઈ જતાં આસપાસના લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા. અકસ્માતનો ભય: રસ્તાનું સત્વરે સમારકામ કરવા માંગ સ્થાનિકોમાં ભારે આક્રોશ સાથે ચર્ચા જાગી છે કે જો મનપાના પોતાના ભારે વાહનો ફસાઈ જતા હોય તો નાના અને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થાય છે. ચોમાસાની સિઝનમાં આવી ગંભીર બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી રહીશોએ તમામ ખોદકામવાળા રસ્તાઓનું તાકીદે યોગ્ય સમારકામ કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Metaએ પહેલા મોદીનો વીડિયો હટાવ્યો, હવે રીસ્ટોર કર્યો:કહ્યું- ટેકનિકલ ખામી હતી; PMએ 23 જુલાઈએ વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો હતો
    Next Article
    સુરતના 50 વર્ષના હીરા ઉદ્યોગ માટે ખતરો:ઓડિશાએ લેબગ્રોન ડાયમંડ માટે 1000 કરોડના પ્રોજેક્ટ્સ, વીજ સબસિડી જાહેર કરી, રત્નકલાકારોની રોજીરોટી પર મોટું સંકટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment