Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના 50 વર્ષના હીરા ઉદ્યોગ માટે ખતરો:ઓડિશાએ લેબગ્રોન ડાયમંડ માટે 1000 કરોડના પ્રોજેક્ટ્સ, વીજ સબસિડી જાહેર કરી, રત્નકલાકારોની રોજીરોટી પર મોટું સંકટ

    2 days ago

    ભારતના હીરા નિર્માણનું મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને ખાસ કરીને સુરત શહેર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઓડિશા સરકારે વર્ષ 2026માં રાજ્યમાં પ્રથમ વખત ત્રણ અતિ મહત્ત્વના અને મોટા લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન પ્રોજેક્ટ્સને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ઓડિશા સરકારે પોતાના રાજ્યને નવું હીરા ઉત્પાદન હબ બનાવવાના હેતુથી ₹ 1000 કરોડથી વધુનું મૂડીરોકાણ આકર્ષવાની નીતિ બનાવી છે. આ નીતિ હેઠળ ઉદ્યોગકારો માટે જમીન સંપાદનની સરળ પ્રક્રિયા, MSME લોન સહાય અને ખાસ કરી વીજળી પર સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. લેબગ્રોન ડાયમંડ બનાવવાની કુલ પ્રોસેસમાં અંદાજે 80 ટકા હિસ્સો વીજળીનો હોય છે, જેથી વીજળી પર સબસિડી મળવાથી ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો થશે. ઈતિહાસમાં પહેલીવાર અન્ય રાજ્યની સીધી હરીફાઈ વિશ્વભરમાં પોતાના કૌશલ્યથી ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગનો ઇતિહાસ 50 વર્ષથી પણ વધુ જૂનો છે. પરંતુ આ પાંચ દાયકામાં પહેલીવાર એવું બની રહ્યું છે કે ભારતનું જ કોઈ અન્ય રાજ્ય પોતાના સ્થાનિક ઉદ્યોગકારો અને રોકાણકારોને આટલા મોટા પાયે આકર્ષક સબસિડી અને જમીન-વીજળીના લાભો આપી સુરત સામે સીધો હરીફ ઊભો કરી રહ્યું છે. જો સુરત અને ગુજરાતના ઉદ્યોગકારો વધુ રાહતોની શોધમાં ઓડિશા તરફ પ્રયાણ કરશે, તો ગુજરાતના ડાયમંડ સેક્ટરની વિદેશી હૂંડિયામણની આવકમાં ઘટાડો થવાની પૂરી શક્યતાઓ છે. લેબગ્રોન હીરામાં ઓવર-પ્રોડક્શન, ગગડતા ભાવનું સંકટ એકતરફ વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન દિવસેને દિવસે વધી રહ્યું છે, તો બીજી તરફ ઓવર-પ્રોડક્શન (વધારે પડતા ઉત્પાદન)ના કારણે આ હીરાના ભાવ બજારમાં સતત તળિયે જઈ રહ્યા છે. આવા સમયે જો ઓડિશામાં નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે અને સબસિડી જોરે પ્રોડક્શન વધારવામાં આવશે, તો બજારમાં લેબગ્રોન ડાયમંડના ભાવ વધુ નીચે ગબડશે. ભાવમાં સતત થતા ઘટાડાના કારણે નાના ઉત્પાદકો અને કારખાનેદારો માટે સર્વાઇવ થવું અઘરૂં બનશે, જેની સીધી નકારાત્મક અસર રત્નકલાકારોના વેતન અને રોજગારી પર પડવાની ભીતિ છે. રત્નકલાકારોની રોજગારી પર મોટો પ્રશ્નાર્થ સુરત અને આસપાસના વિસ્તારોમાં લાખો રત્નકલાકારો છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી વૈશ્વિક મંદીનો માર સહન કરી રહ્યા છે. નેચરલ ડાયમંડમાં મંદી બાદ ઘણા કલાકારો લેબગ્રોન સેક્ટર તરફ વળ્યા હતા. પરંતુ હવે જો લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ પણ ગુજરાતમાંથી અન્ય રાજ્યમાં સ્થળાંતર કરશે અથવા ઓવર-પ્રોડક્શનના લીધે ભાંગી પડશે, તો સુરતના લાખો રત્નકલાકારોની રોજગારી છીનવાઈ જશે. રત્નકલાકારોની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન વધુ નાજુક બની રહી છે. તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. ત્યારે અન્ય રાજ્યનો આ ઉદય તેમના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થચિહ્ન મુકે છે. ડાયમંડ વર્કર યુનિયનની ગંભીર ચેતવણી ડાયમંડ વર્કર યુનિયનના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકએ જણાવ્યું હતું કે, ઓડિશા સરકારે લેબગ્રોન ઉદ્યોગ માટે જમીન, વીજળી અને MSME લોન ક્ષેત્રે જે આકર્ષક નીતિ જાહેર કરી છે. તે ગુજરાત માટે અત્યંત ગંભીર બાબત છે. સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે ઈતિહાસમાં પહેલીવાર મોટો હરીફ ઊભો થઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી મંદીમાં પીડાતા રત્નકલાકારોની રોજગારી પર આની બહુ મોટી વિપરીત અસર પડશે. જો રાજ્ય સરકાર તુરંત પગલા નહીં લે તો ગુજરાતની અર્થવ્યવસ્થા અને રત્નકલાકારો બંને મુશ્કેલીમાં મુકાશે. ગુજરાત સરકાર માટે આર્થિક માળખું બચાવવા જરૂરિયાત ગુજરાતના અર્થતંત્રમાં ડાયમંડ ઉદ્યોગ કરોડરજ્જુ સમાન છે. ઓડિશા સરકાર દ્વારા અપાઈ રહેલી વીજ સબસિડી અને પ્રોત્સાહનોને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પણ તુરંત આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવી પડશે. જો ગુજરાત સરકાર પોતાના સ્થાનિક લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને વીજળી અને ટેક્સમાં રાહત આપીને મદદ નહીં કરે, તો સુરતનો આ ધમધમતો ઉદ્યોગ ધીમે ધીમે અન્ય રાજ્ય તરફ સરકી જશે. રાજ્યના જૂના ઔદ્યોગિક વારસાને બચાવવા અને લાખો રત્નકલાકારોનું હિત જાળવવા માટે સરકારે તાત્કાલિક પેકેજ અથવા પ્રોત્સાહક નીતિ લાવવી અનિવાર્ય બની ગઈ છે. ઉદ્યોગકારો અને સરકારના સમન્વયથી જ ઉકેલ શક્ય લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રે ઊભી થયેલી આ નવી હરીફાઈ અને ભાવના ઘટાડા સામે ટકી રહેવા સુરતના ડાયમંડ એસોસિએશન, ઉદ્યોગકારો અને ગુજરાત સરકારે એકમંચ પર આવવું પડશે. ઓડિશાની નવી નીતિથી જે ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તેને પહોંચી વળવા ગુજરાતમાં વીજ દરો પુનઃવિચારણા કરવા અને રત્નકલાકારોના સામાજિક-આર્થિક સુરક્ષા કવચ માટે ખાસ યોજનાઓ ઘડી કાઢવી જરૂરી છે. જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સુરતનું 'ડાયમંડ સિટી' તરીકેનું આકાશી સ્થાન ડગમગી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પ્રશાંત સિનેમા નજીક મનપાનું ટ્રેક્ટર જ ખાડામાં ફસાયું:પાઇપલાઇન નાખ્યા બાદ નબળા પુરાણથી પ્રજા પરેશાન
    Next Article
    વડોદરાના સાંકરદા ગામમાં વિદ્યાર્થીઓનો ST બસો રોકી વિરોધ:કહ્યું: 'સાવલીથી આણંદની બસો વધારો, એક બસમાં 52ની સીટ સામે 120 જેટલા વિદ્યાર્થીઓ બેસે છે; બસોની સંખ્યા વધારવાની ઉગ્ર માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment