Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના સાંકરદા ગામમાં વિદ્યાર્થીઓનો ST બસો રોકી વિરોધ:કહ્યું: 'સાવલીથી આણંદની બસો વધારો, એક બસમાં 52ની સીટ સામે 120 જેટલા વિદ્યાર્થીઓ બેસે છે; બસોની સંખ્યા વધારવાની ઉગ્ર માંગ કરી

    2 days ago

    વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામે એસ.ટી. બસોની અછત અને અનિયમિત સેવાથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે સરકારી ST બસો રોકી ઉગ્ર વિરોધ કર્યો હતો. લાંબા સમયથી સાવલી-આણંદ રૂટ પર બસોની સંખ્યા વધારવાની માંગણી છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સાવલી ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામે આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસ.ટી. બસોની અપૂરતી અને અનિયમિત સેવાઓ સામે સરકારી બસો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, સાવલી-આણંદ રૂટ પર બસોની સંખ્યા વધારવા માટે અનેક વખત એસ.ટી. તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગ સમક્ષ રજૂઆત કરી હતી, છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. બાદમાં સાવલી ડેપોના મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને બસોની વ્યવસ્થા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. સ્થાનિક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, હું સાંકરદા ગામની વિદ્યાર્થીની છું. અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને મુસાફરીમાં ઘણી તકલીફો પડે છે. એક બસમાં 52ની સીટ સામે અત્યારે 120 જેટલા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે. અકસ્માત કે કોઈ દુર્ઘટના થાય તો તેની કોઈ જવાબદારી લેતું નથી. બાઇક પર 3 જણા હોય તો પણ પોલીસ મેમો ફાડે છે, જ્યારે બસમાં આટલી બધી ભીડ હોવા છતાં કોઈ ચેકિંગ કે કાર્યવાહી કરવામાં આવતી નથી. અમે આ અંગે ઘણી વાર અરજીઓ આપી ચૂક્યા છીએ, પરંતુ કોઈ નિવાડો આવ્યો નથી. કોલેજ શરૂ થઈ ત્યારથી, છેલ્લા એક મહિનાથી અમે હેરાન થઈ રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ ત્રીજી વાર સ્ટ્રાઇક કરી છે અને વિરોધનો માર્ગ અપનાવ્યો છે. ડેપો મેનેજર રૂબરૂ આવી અમારી રજૂઆત સાંભળે અને લેખિતમાં ખાતરી આપે, તો જ અમે અહીંથી બસો જવા દઈશું, બાકી અમે અહીં જ ઊભા રહીશું. જ્યારે દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાની વાતો થાય છે, ત્યારે વિદ્યાર્થીઓને આવી અગવડ પડતી હોય તો તેઓ યોગ્ય રીતે ભણી કેમ શકે? હમણાં થોડા દિવસ પહેલાં જ એક છોકરીનો પગ ફેક્ચર થતાં તેને ત્રણ મહિના માટે બેડરેસ્ટ આવી ગયો છે. બસો સમયસર ન આવવાના કારણે અમારે લેક્ચર છૂટી જાય છે અને ભણતરમાં મોટું નુકસાન થાય છે, તેથી આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના 50 વર્ષના હીરા ઉદ્યોગ માટે ખતરો:ઓડિશાએ લેબગ્રોન ડાયમંડ માટે 1000 કરોડના પ્રોજેક્ટ્સ, વીજ સબસિડી જાહેર કરી, રત્નકલાકારોની રોજીરોટી પર મોટું સંકટ
    Next Article
    Parliament Monsoon Session 2026 Live Updates: Lok Sabha Adjourned Till 2 PM Amid Opposition Uproar Over Student Protest Crackdown

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment