Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Metaએ પહેલા મોદીનો વીડિયો હટાવ્યો, હવે રીસ્ટોર કર્યો:કહ્યું- ટેકનિકલ ખામી હતી; PMએ 23 જુલાઈએ વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો હતો

    2 days ago

    પીએમ નરેન્દ્ર મોદીના વીડિયોને મેટાએ રિસ્ટોર કર્યો છે. કંપની દ્વારા મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે વીડિયો હટી ગયો હતો. આ પહેલા ફેસબુક પર પીએમ મોદીનો એક વીડિયો દેખાઈ રહ્યો ન હતો, જેના પછી તેને લઈને સવાલો ઉભા થયા હતા. મોદીએ આ વીડિયો 23 જુલાઈએ જાહેર કર્યો હતો, જેમાં તેમણે Gen-Z અને વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો હતો. 23 જુલાઈએ પીએમએ વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો PMએ 23 જુલાઈની રાત્રે 12 વાગ્યે X હેન્ડલ પર 2.56 મિનિટનો વીડિયો મેસેજ પોસ્ટ કર્યો હતો. તેમાં મોદીએ કહ્યું કે પેપર લીક કોઈ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા માટે પીડાદાયક છે. તેથી પેપર લીકથી અત્યાર સુધી, છેલ્લા અઢી મહિનામાં ઘણા પગલાં લેવામાં આવ્યા છે. ગુનેગારોને પકડ્યા છે, તેઓ જેલમાં છે. અમારી જવાબદારી હતી કે વિદ્યાર્થીઓનું વર્ષ બરબાદ ન થાય, તેથી ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા કરાવી. 19 જુલાઈએ પરિણામ પણ આવી ગયું. ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો તેમણે એમ પણ કહ્યું- અમે આટલાથી સંતોષ માનનારા નથી. તેથી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ખરેખર, આ આખો મામલો 3 મેના રોજ થયેલા NEET UG પેપર લીક સાથે જોડાયેલો છે. 24 જુલાઈ: મોદીએ કહ્યું- વીડિયો પર પોઝિટિવ સૂચનો માટે આભાર પીએમ મોદીએ શુક્રવારે રાત્રે વીડિયો જાહેર કરીને કહ્યું- થેન્ક યુ ફ્રેન્ડ્સ! ગઈકાલે (ગુરુવારે) મોડી રાત્રે તમને મળવાનો મોકો મળી ગયો. મેં જે વીડિયો પોસ્ટ કર્યો હતો, તેને તમે જે રીતે પ્રતિસાદ આપ્યો અને સકારાત્મક સૂચનો આપ્યા, તે બદલ સૌનો આભાર. જો તમારો આ પ્રેમ જળવાઈ રહેશે તો અમારો સંબંધ વધુ સક્રિયતાથી જોડાતો રહેશે. થેન્ક યુ, થેન્ક યુ દોસ્તો. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    સ્પીકર બિરલા બોલ્યા- ગૃહ ચાલે, વાતચીત થાય:વિપક્ષનો હોબાળો, કહ્યું- અમારી વાત પણ સાંભળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત; પેપર લીક મામલે રાહુલ- પ્રિયંકા બોલશે
    Next Article
    પ્રશાંત સિનેમા નજીક મનપાનું ટ્રેક્ટર જ ખાડામાં ફસાયું:પાઇપલાઇન નાખ્યા બાદ નબળા પુરાણથી પ્રજા પરેશાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment