Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં દોઢ લાખ હેક્ટર કરતાં વધુ વાવેતરને ફાયદો:સાઠંબા, બાયડમાં સવા-સવા ઇંચ અને મેઘરજમાં અડધો ઇંચથી વધુ વરસાદ

    1 day ago

    અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચાર દિવસ ઉપરાંતના સમયથી વરસાદી મહેર થઈ છે. સોમવારે જિલ્લાના સાઠંબા અને બાયડ તાલુકામાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. સાથે સાથે માલપુર મેઘરજ અને ધનસુરામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. સાથે સાથે જિલ્લાના 8 તાલુકામાં દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. પરિણામે ખેડૂતોએ વાવણી કરેલ દોઢ લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ ચોમાસુ પાકોને જીવન મળ્યું હતું. અરવલ્લી જિલ્લામાં ચોમાસુ ઋતુમાં બે લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થાય છે. જિલ્લામાં 15 થી 20 દિવસ કરતાં વધુ સમય સુધી વરસાદન વરસતા જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાના તા.10 સુધીના સમય ગાળામાં દોઢ લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ પાકોની વાવણી થઈ છે. જેમાં મુખ્યત્વે કપાસ મગફળી દિવેલા અને કઠોળના પાકોની સાથે સાથે ડાંગરના પાકોની પણ વાવણી થઈ છે. જિલ્લામાં વરસાદ મોડો પડતાં હજુ પણ 45હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં પિયત અને આકાશી ખેતી ઉપર નભતા ખેડૂતો વાવણી કરી શક્યા નથી. જિલ્લામાં છેલ્લા ચાર દિવસ ઉપરાંત ના સમયથી સતત વરસાદી માહોલ શરૂ થયો છે પરિણામે ખેડૂતોએ વાવણી કરેલ પાકોમાં અને બાકી રહેલ જમીનમાં સમયસર વાવણી ન કરી શકતા ખેડૂતોમાં ચિંતા છે. અરવલ્લીનો વરસાદ ભિલોડા 4 મીમી મેઘરજ 19 મીમી મોડાસા 7 મીમી ધનસુરા 11 મીમી માલપુર 13 મીમી બાયડ 27 મીમી શામળાજી 3 મીમી સાઠંબા 27 મીમી
    Click here to Read More
    Previous Article
    ચાલુ વરસાદે બંધ ઘરને નિશાન બનાવ્યું‎:ઉંદેલમાં રેઇનકોટ પહેરીને ચોરો આવ્યા, રૂા.1.44 લાખની ચોરી
    Next Article
    650 ઉમેદવારના વિવાદમાં 11,000 યુવાનનું ભાવિ અદ્ધરતાલ‎:ટેટ-1ના પાસ વિદ્યાસહાયકની કાયમી ભરતી તાત્કાલિક શરૂ કરાવો - યુવાનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment