Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    650 ઉમેદવારના વિવાદમાં 11,000 યુવાનનું ભાવિ અદ્ધરતાલ‎:ટેટ-1ના પાસ વિદ્યાસહાયકની કાયમી ભરતી તાત્કાલિક શરૂ કરાવો - યુવાનો

    1 day ago

    ગુજરાત રાજ્યના ટેટ-1 2025 પાસ કરેલા બેરોજગાર ઉમેદવારો દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને 11,000 કાયમી વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવા ઉગ્ર માંગ કરાઈ છે. 8 મહિનાથી હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી છે, જેના કારણે હજારો યુવાનો માનસિક અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ​આવેદનપત્રમાં ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માત્ર 650 ઉમેદવારોના વેરિફિકેશનના મુદ્દે 11,000 યોગ્ય ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ ઓફલાઇન ફોર્મ ભરતી વખતે પિટિશનવાળા ઉમેદવારો પાસેથી કોઈ હક દાવો ન કરવાની બાહેંધરી લેવાઈ હતી, છતાં ભરતી કેમ અટકાવી રાખવામાં આવી છે તે મોટો સવાલ છે. આવતીકાલે તારીખ 28/07/2026 ના રોજ આ કેસની મહત્વની સુનાવણી છે ત્યારે ઉમેદવારોની નજર કોર્ટ પર ટકેલી છે. ​ઉમેદવારોની મુખ્ય માંગણીઓ હતી કે કોર્ટનો ઓર્ડર મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તેમજ ​વિવાદાસ્પદ 650 ઉમેદવારોને કોર્ટનો આખરી હુકમ ન આવે ત્યાં સુધી અલગ રાખીને બાકીના યોગ્ય ઉમેદવારોની ભરતી તુરંત ચાલુ કરાય. યુવાનોએ કલેક્ટર સમક્ષ ઉમેદવારોએ વિનંતી કરી છે કે રાજ્ય સરકાર, શિક્ષણ સચિવ અને રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી તાકીદે પહોંચાડવામાં આવે. જો આ મામલે સત્વરે યોગ્ય નિર્ણય કરીને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બેરોજગાર યુવાનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં દોઢ લાખ હેક્ટર કરતાં વધુ વાવેતરને ફાયદો:સાઠંબા, બાયડમાં સવા-સવા ઇંચ અને મેઘરજમાં અડધો ઇંચથી વધુ વરસાદ
    Next Article
    Grand Theft Auto Vi: GTA 6 Trailer To Arrive Next Month? What We Know

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment