Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલુ વરસાદે બંધ ઘરને નિશાન બનાવ્યું‎:ઉંદેલમાં રેઇનકોટ પહેરીને ચોરો આવ્યા, રૂા.1.44 લાખની ચોરી

    1 day ago

    ખંભાતના ઉંદેલ કસ્બા ફળીયામાં આવેલા બેંક કર્મીના બે પૈકી એક બંધ મકાનને તસ્કરોએ શનિવારે રાત્રિના સમયે નિશાન બનાવી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1.44 લાખની મતાની ચોરી કરી હતી. આ અંગેની જાણ રવિવારે સવારે થતાં જ બેંક કર્મીએ તપાસ કરી સમગ્ર બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉંદેલ કસ્બા ફળીયામાં રહેતા ઈલેશભાઈ રામચંદ્ર પટેલ પત્ની સાથે રહે છે. તેઓ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમનો પુત્ર હાલમાં યુકેમાં રહે છે. તેમના કસ્બા ફળીયા અને વાડોલા રોડ પર એમ બે મકાન છે. રવિવારે સવારે કસ્બા ફળીયામાં આવેલા મકાનના પાડોશીએ તેમને ફોન કર્યો હતો અને ઘરને સ્ટોપર-તાળું મારવાનું ભૂલી ગયા છે તેમ જણાવ્યું હતું. જેને પગલે ઈલેશભાઈ તેમજ તેમના પત્ની અચાનક ચિંતામાં મુકાયા હતા અને તેઓ તાબડતોબ તેમના મકાને આવ્યા હતા. જ્યાં જઈને જોતાં જ તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું નકુચા સાથે તોડી નાંખ્યું હતું. ઘરમાં તપાસ કરતા ઘરમાંનો તમામ માલ-સામાન અસ્તવ્યસ્ત કરી નાંખ્યો હતો. ઉપરાંત, સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1.44 લાખની મતાની ચોરી કરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ચોરો રેઇનકોટ પહેરીને આવ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રહીશોએ લેખિત બાંહેધરી માગતા વીજ કંપનીની ટીમ પરત ફરી‎:‘બીલ નહીં વધે તેવી લેખિત ખાતરી આપો તો જ મીટર લગાવવા દઇશું’
    Next Article
    અરવલ્લીમાં દોઢ લાખ હેક્ટર કરતાં વધુ વાવેતરને ફાયદો:સાઠંબા, બાયડમાં સવા-સવા ઇંચ અને મેઘરજમાં અડધો ઇંચથી વધુ વરસાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment