Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહીશોએ લેખિત બાંહેધરી માગતા વીજ કંપનીની ટીમ પરત ફરી‎:‘બીલ નહીં વધે તેવી લેખિત ખાતરી આપો તો જ મીટર લગાવવા દઇશું’

    1 day ago

    નવસારીના વોર્ડ નંબર 2માં આવેલા ગાર્ડા ચાલ વિસ્તારમાં ડીજીવીસીએલ (DGVCL) દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાની કામગીરીનો સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વીજ બીલમાં તોતિંગ વધારો થવાની ભીતિ વ્યક્ત કરીને રહીશોએ મીટર લગાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને લેખિત બાંહેધરીની માંગણી કરી હતી. સોમવારે સવારે ડીજીવીસીએલની ટીમ ગાર્ડા ચાલમાં પહોંચતા જ લોકો એકઠા થઈ ગયા હતા અને રોષે ભરાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બીલમાં અચાનક મોટો વધારો થતો હોવાની અનેક ફરિયાદો છે, જેના કારણે સામાન્ય વર્ગના લોકો આર્થિક ભારણ નીચે દબાઈ જાય છે. રહીશોએ અધિકારીઓ સમક્ષ સ્પષ્ટ માગણી કરી હતી કે જો વીજ કંપની લેખિતમાં બાંહેધરી આપે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી બીલ નહીં વધે, તો જ તેઓ મીટર લગાવવા દેશે. જો કે, અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક લેખિત ખાતરી ન મળતા તેઓ ઘટનાસ્થળેથી પરત ફર્યા હતા. 'RDSS યોજનામાં' સ્માર્ટ મીટર અનિવાર્ય પણ... ​ કેન્દ્ર સરકારના 'વિદ્યુત ગ્રાહક અધિકાર નિયમો-2020' અને 'RDSS યોજના' અંતર્ગત સમગ્ર દેશમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી અનિવાર્ય છે. ગુજરાત સરકારના આદેશ મુજબ, DGVCL દ્વારા આ યોજનાનો અમલ પારદર્શિતા લાવવા અને વીજ ક્ષેત્રની કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટરિંગ દ્વારા ગ્રાહકોને વીજ વપરાશ પર વધુ નિયંત્રણ મળે છે. આ સરકારી નીતિ હોવાથી તમામ ગ્રાહકોને સૂચના આપવામાં આવે છે કે તેઓ નિયમોનું પાલન કરી સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં સહકાર આપે. અમારી માંગણી ના સ્વીકારી ચાલ્યા ગયા અમે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી સ્માર્ટ મીટર લાગ્યા પછી વીજ બીલ હાલમાં આવે છે તેટલું જ આવશે તેવી લેખિત બાંહેધરી નહીં આપો, ત્યાં સુધી અમે મીટર નહીં લગાવવા દઈએ. અમારી આ માગણી સ્વીકારવાની ના પાડતા તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. - અસલમ શેખ, સ્થાનિક રહીશ
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ગૌરક્ષકોની રેલી‎:સંત સમાજ અને ગૌરક્ષક દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું
    Next Article
    ચાલુ વરસાદે બંધ ઘરને નિશાન બનાવ્યું‎:ઉંદેલમાં રેઇનકોટ પહેરીને ચોરો આવ્યા, રૂા.1.44 લાખની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment