Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ગૌરક્ષકોની રેલી‎:સંત સમાજ અને ગૌરક્ષક દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું

    1 day ago

    ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાના પ્રાણ સમાન ગૌવંશના રક્ષણ માટે "ગૌ-સમ્માન આહવાન અભિયાન" અંતર્ગત સોમવારે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીમાં સંત-સમાજ અને નગરજનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું મહત્વપૂર્ણ સ્મરણપત્ર રજૂ કર્યું હતું. આંદોલનકારોએ લેખિતમાં જણાવ્યું કે અગાઉ 27 એપ્રિલના રોજ દેશભરની 5100 તહસીલોમાંથી સવા પાંચ કરોડ નાગરિકોના હસ્તાક્ષર સાથે આવેદન અપાયું હતું, પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે પુનઃ સ્મરણપત્ર અપાયું છે. અભિયાન હેઠળ ગૌવંશની તસ્કરી અને વધને "બિનજામીનપાત્ર અપરાધ" ઘોષિત કરવા, ગૌવંશને "રાષ્ટ્રમાતા" તરીકે માન્યતા આપવા તેમજ કેન્દ્રીય ગૌસેવા મંત્રાલયની રચના કરી એકીકૃત કાયદાની ઉગ્ર માંગ કરાઈ છે. કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી લાખો હસ્તાક્ષરોનું સમર્થન પ્રશાસનને સુપરત કર્યુ . જો કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો દિલ્હીમાં શાંતિપૂર્ણ આંદોલન-તપસ્યાના માર્ગે આગળ વધવાની ચેતવણી અપાઈ છે. ગૌવંશ સાથે કલેક્ટરને નવસારીમાં રાવ કરાઇ હતી. ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો: 28 વર્ષથી ચાલતી માંગ ​ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે છેલ્લા 28 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. દેશમાં કતલખાનાઓની સંખ્યા વધીને 3500 ઉપર પહોંચી ગઈ છે, જે સનાતન ધર્મના પ્રતીક સમાન ગાયો માટે અપમાનજનક છે. સાધુ-સંતોના મંચ હેઠળ હવે દિલ્હીના જંતર મંતરમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. - સાજનભાઈ ભરવાડ, ગૌરક્ષક
    Click here to Read More
    Previous Article
    કીર્તિ પટેલને ઇન્સ્ટાગ્રામે ડામ દીધો:ABVPના વિરોધ વચ્ચે સાહેબે ઝોકું ખાધું?; VS હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં ડખો, મેડમ સુધી ફરિયાદ પહોંચી
    Next Article
    રહીશોએ લેખિત બાંહેધરી માગતા વીજ કંપનીની ટીમ પરત ફરી‎:‘બીલ નહીં વધે તેવી લેખિત ખાતરી આપો તો જ મીટર લગાવવા દઇશું’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment