Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શનના આયોજકો સામે પોલીસ દ્વારા ગુનો

    1 day ago

    ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી ઘટનામાં મુંબઈના શિવાજી પાર્કમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન બાદ હવે તેના આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે. શિવાજી પાર્ક પોલીસે કાર્યક્રમ માટે જરૂરી પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર સભાનું આયોજન કરવાના આરોપસર કેસ નોંધ્યો છે. આ ઘટનાએ જાહેર કાર્યક્રમો માટે પોલીસ મંજૂરી અને કાયદો-વ્યવસ્થાના નિયમોના પાલન અંગે ફરી ચર્ચા જગાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, શિવાજી પાર્કમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન માટે કોઈ સત્તાવાર પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી. તેમ છતાં, મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં વિસ્તારમાં ભીડભાડ સર્જાઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થાને પણ અસર પહોંચી હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે સ્થળ પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસના આધારે પોલીસે નગરસેવક યશવંત કિલ્લેદાર અને ધારાસભ્ય મહેશ સાવંત સામે સંબંધિત કાનૂની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન કાર્યક્રમના આયોજનની જવાબદારી કોની હતી, ભીડ નિયંત્રણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોલીસની મંજૂરી કેમ લેવામાં આવી ન હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે સીસીટીવી ફૂટેજ, સોશિયલ મીડિયા વીડિયો અને અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આયોજકોનો દાવોઃ હજુ કેસની જાણ નથી બીજી તરફ, મહેશ સાવંત અને યશવંત કિલ્લેદારે જણાવ્યું છે કે, તેમને હજુ સુધી તેમની સામે નોંધાયેલા કોઈ કેસ અંગે સત્તાવાર માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા, પેપર લીક કેસ અને વિદ્યાર્થીઓ સામે કથિત પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ વિશાળ પ્રદર્શન યોજાયું હતું. તેમાં વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો અને ઇન્ટરનેટ પર સામે આવેલા દ્રશ્યોમાં શિવાજી પાર્ક નજીક વસંત દેસાઈ ચોક ખાતે ઠાકરે પિતરાઈ ભાઈઓ, વિવિધ રાજકીય નેતાઓએ ભાગ લીધો હતો. હવે આ વિરોધ પ્રદર્શનના આયોજનને લઈને જ કાનૂની પ્રશ્નો ઊભા થતાં સમગ્ર મામલાએ નવો વળાંક લીધો છે. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    એઆઈ- નિર્મિત ખોટા ઓડિયો- વિડિયો મળી આવ્યા:સીજેપી આંદોલન દરમિયાન પાકિસ્તાન અને મધ્ય-પૂર્વથી ખોટી માહિતી ફેલાવાઈ
    Next Article
    રાજ્યનું ફાર્મા માર્કેટ 11708 કરોડે પહોંચ્યું:શહેરમાં 1 વર્ષમાં 58 કરોડની વજન ઘટાડવાની દવાઓ વેચાઈ, 5 વર્ષમાં 4 ગણું વેચાણ: સૌથી વધુ ₹515 કરોડની ડાયાબિટીસની દવાઓ વેચાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment