Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એઆઈ- નિર્મિત ખોટા ઓડિયો- વિડિયો મળી આવ્યા:સીજેપી આંદોલન દરમિયાન પાકિસ્તાન અને મધ્ય-પૂર્વથી ખોટી માહિતી ફેલાવાઈ

    एक दिन पहले

    કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ દરમિયાન સમન્વય સાથે સીમાપાર ખોટી માહિતી ફેલાવવામાં સંકળાયેલી 500થી વધુ સોશિયલ મિડિયા પ્રોફાઈલ્સ મહારાષ્ટ્ર સાઈબર પોલીસે ઓળખી કાઢી છે. જાહેર શાંતિ, રાષ્ટ્રીય સલામતી અને સામાજિક ભાઈચારાનો ભંગ કરવાના ઈરાદાથી આ માહિતી ફેલાવવામાં આવી હતી એવું જણાયું છે, એમ સાઈબર પોલીસે સોમવારે જણાવ્યું હતું. સીજેપીના આંદોલન બાદ સોશિયલ મિડિયા પર ખતરો ધ્યાનમાં લેતાં સાઈબર પોલીસે મોટે પાયે નજર રાખવાનું શરૂ કર્યું હતું,. જાહેર શાંતિભંગ, મૂંઝવણ પેદા કરવી, ઉશ્કેરણી, એઆઈ- નિર્મિત, ડીપફેક કન્ટેન્ટ સાથે ખોટી, ગેરમાર્ગે દોરતી અને ઉશ્કેરણી કરતી માહિતી સોશિયલ મિડિયા અકાઉન્ટ્સના સમન્વયી નેટવર્કથી ફેલાવવામાં આવતી હતી એવું બહાર આવ્યું છે. ખાસ કરીને ટેક્નિકલ વિશ્લેષણ કરાતાં એવું જણાયું કે આમાં ભારતની બહાર ખાસ કરીને પાકિસ્તાન અને મધ્ય પૂર્વ દેશોમાંથી અસામાજિક તત્ત્વો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે, જેઓ સક્રિય રીતે ભારતીયોને લક્ષ્ય બનાવતા ખોટી વાતો મોટે પાયે ફેલાવી રહ્યા હોવાનું જણાયું છે, એમ પોલીસે જણાવ્યું હતું. આ પછી સંબંધિત સોશિયલ મિડિયા મધ્યસ્થીઓ થકી વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા સહિત ઓળખી કઢાયેલા અકાઉન્ટ્સ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની પહેલ તુરંત કરવામાં આવી છે. ઈન્સ્ટા, એક્સ, ફેસબુક અને યુટ્યુબ સહિત ઘણાં બધાં મંચોમાં 429 વાંધાજનક સોશિયલ મિડિયા પોસ્ટ્સ અને હેન્ડલ ઓળખી કાઢવામાં આવ્યાં હતાં. તેનું ટેક્નિકલ વિશ્લેષણ કરતાં 100 અકાઉન્ટ ભારતની બહારથી સંચાલન કરાતા હતા. વિશ્લેષણમાં એવું પણ જણાયું છે કે 140થી વધુ પોસ્ટ અને પ્રોફાઈલ એઆઈ- નિર્મિત અથવા એઆઈ- આસિસ્ટેડ કન્ટેન્ટમાં સંકળાયેલી છે, જેની ઓળખ સાઈબર પોલીસે અત્યાધુનિક ઓડિયો- વિડિયો ફોરેન્સિક વિશ્લેષણ ટૂલ્સનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક રીતે કરી છે. આ રીતે ખોટી માહિતી ફેલાવાઈ ઓળખી કઢાયેલી એઆઈ- નિર્મિત કન્ટેન્ટના બારીકાઈથી ટેક્નિકલ પરીક્ષણમાં ડિજિટલ રીતે ટોળું ભેગું થયું હોય, ખોટા અવાજો, ક્લોન કરેલા ઓડયો, ચેડા કરેલા વિડિયો મળી આવ્યા હતા, જેમાં જાહેર હસ્તીઓ બયાન આપતી હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આથી નાગરિકોએ આવી માહિતી મળે તો પૉઝ, વેરિફાઈ કરો અને તે પછી જવાબદારીપૂર્વક શૅર કરવો એવો અનુરોધ સાઈબર પોલીસે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મિડિયા પ્લેટફોર્મ સામે ગડકરીનો કાનૂની દાવાનો માર્ગ મોકળો:E-20 વિવાદમાં ડીપફેકનું પ્રકરણ મુંબઈ હાઈકોર્ટમાં: ગડકરીને રાહત
    Next Article
    કાર્યવાહી:શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શનના આયોજકો સામે પોલીસ દ્વારા ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment