Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મિડિયા પ્લેટફોર્મ સામે ગડકરીનો કાનૂની દાવાનો માર્ગ મોકળો:E-20 વિવાદમાં ડીપફેકનું પ્રકરણ મુંબઈ હાઈકોર્ટમાં: ગડકરીને રાહત

    1 day ago

    મુંબઈ હાઈકોર્ટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને ઈ20 ઇથેનોલ- મિશ્રિત પેટ્રોલ યોજનાને લઈને સોશિયલ મિડિયા પર ફેલાયેલી કથિત ડીપફેક અને બદનક્ષીભરી સામગ્રી સામે સિવિલ દાવો દાખલ કરવાની મંજૂરી આપી છે. ન્યાયમૂર્તિ અભય આહુજાએ લેટર્સ પેટન્ટની કલમ 12 હેઠળ અરજી મંજૂર કરતાં ગડકરીને હાઈકોર્ટની મૂળ સિવિલ બેન્ચમાં દાવો દાખલ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. ગડકરીના વકીલ સંદીપ એસ. લદ્દાએ દલીલ કરી હતી કે વિવાદાસ્પદ પોસ્ટ્સ, વીડિયો, રીલ્સ અને એઆઈ દ્વારા બનાવાયેલી ડીપફેક સામગ્રી મુંબઈ સહિત દેશભરના સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હતી. તેથી કાર્યવાહીના કારણનો મહત્વનો ભાગ મુંબઈ હાઈકોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે, જ્યારે સામગ્રી અન્ય રાજ્યોમાં પણ ઉપલબ્ધ હોવાથી કલમ 12 હેઠળ કોર્ટની પરવાનગી જરૂરી બની હતી. પ્રસ્તાવિત દાવામાં મેટા સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને અજાણ્યા વ્યક્તિઓને પ્રતિવાદી બનાવવામાં આવશે. ગડકરીનો આરોપ છે કે કેટલાક લોકોએ તેમને ઈ20 નીતિ માટે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાવતાં અને તેમના પરિવારને તેનાથી આર્થિક લાભ થયો હોવાના ખોટા આરોપો લગાવ્યા છે. સાથે જ એઆઈની મદદથી તેમના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ગડકરીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે, ઈ20 નીતિ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની યોજના છે, વ્યક્તિગત રીતે તેમની નહીં. 11 કરોડના નુકસાનની માગણી જોકે, અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહીનો હેતુ સરકારની નીતિઓ અંગેની વાજબી ટીકા કે જાહેર ચર્ચાને રોકવાનો નથી. પરંતુ ખોટી માહિતી, ડીપફેક ટેક્નોલોજી અને નિરાધાર આરોપો દ્વારા વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે કાનૂની કાર્યવાહી કરવી જરૂરી હોવાનું ગડકરીએ જણાવ્યું છે. તેમણે પ્રતિવાદીઓ પાસેથી રૂપિયા 11 કરોડના નુકસાનની માંગણી કરી છે. ન્યાયાધીશ આરિફ ડોક્ટર દ્વારા આ અરજીની સુનાવણી યોગ્ય સમયે થાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ‘There would be firing… rapes and murders will happen’: Kerala to probe RSS leader’s remarks on Jantar Mantar protest
    Next Article
    એઆઈ- નિર્મિત ખોટા ઓડિયો- વિડિયો મળી આવ્યા:સીજેપી આંદોલન દરમિયાન પાકિસ્તાન અને મધ્ય-પૂર્વથી ખોટી માહિતી ફેલાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment