Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યનું ફાર્મા માર્કેટ 11708 કરોડે પહોંચ્યું:શહેરમાં 1 વર્ષમાં 58 કરોડની વજન ઘટાડવાની દવાઓ વેચાઈ, 5 વર્ષમાં 4 ગણું વેચાણ: સૌથી વધુ ₹515 કરોડની ડાયાબિટીસની દવાઓ વેચાઈ

    1 day ago

    અમદાવાદમાં એક વર્ષ દરમિયાન 3247 કરોડની દવાનું વેચાણ થયું છે, જ્યારે વડોદરા, સુરતમાં મળી 2,443 કરોડનો ફાર્મા વેપાર નોંધાયો છે. આ સાથે ગુજરાતનું કુલ દવાબજાર 11,708 કરોડ પર પહોંચીને દેશનું બીજું સૌથી ઝડપથી વિકસતું ફાર્મા માર્કેટ બન્યું છે. 2026ના માર્કેટ રિપોર્ટ મુજબ ડાયાબિટીસ, હૃદયરોગ, અન્ય ક્રોનિક બીમારીઓની દવાઓની માગ વધી રહી છે. વજન નિયંત્રણ માટેની દવાના વેચાણમાં ગત વર્ષ કરતાં 355 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. આ વર્ષે 58.9 કરોડની દવાઓ વેચાઈ છે. ટોપ-5 વેચાતી દવાઓમાં 60% હિસ્સો ડાયાબિટીસની દવાનો સૌથી વધુ વેચાતી 5 દવામાં ડાયાબિટીસની ત્રણ દવા- મિક્સટાર્ડ, લેન્ટસ, રિબેલ્સસ છે. એટલે ટોપ-5માં 60 ટકા હિસ્સો માત્ર ડાયાબિટીસની દવાઓનો છે. કેમ વજન ઘટાડવાની દવામાં વધારો અગાઉ ડાયાબિટીસના દર્દીઓ માત્ર બ્લડ સુગર નિયંત્રિત કરવા માટે દવા લેતા હતા, પરંતુ હવે ડાયાબિટીસ નિયંત્રણની સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરતી ઓરલ દવાઓ (જેમ કે રીબેલ્સસ) વેચાઈ રહી હોવાનું નિષ્ણાતો માને છે. વેચાણમાં 80 ટકા દવાઓ ક્રોનિક બીમારીઓની રાજ્યનાં શહેરોમાં 42% લોકો મેદસ્વી કે વધુ વજન ધરાવે છે તાજેતરમાં જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સરવે-6 મુજબ, ગુજરાતના શહેરોમાં 42.25% લોકો મેદસ્વી કે વધુ વજન ધરાવે છે. તેની સામે ગામડાંમાં 22.5% લોકો મેદસ્વી છે. અહીં જે વ્યક્તિનો બોડી માસ ઇન્ડેક્સ 25 કે તેથી વધુ હોય તે સામેલ છે. એકદંરે રાજ્યમાં 31% એટલે અંદાજે દર ત્રીજી વ્યક્તિ મેદસ્વીતાનો શિકાર છે. આ પ્રમાણ છેલ્લાં 4 વર્ષમાં 10% વધ્યું છે. 30% પુરુષ અને 32% મહિલાઓ મેદસ્વી છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શનના આયોજકો સામે પોલીસ દ્વારા ગુનો
    Next Article
    રાજ્ય સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ:MPSC પેપર લીકને મુદ્દે દિલ્હી જેવું આંદોલન કરવા માટે ધારાસભ્ય રોહિત પવારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment