Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ:MPSC પેપર લીકને મુદ્દે દિલ્હી જેવું આંદોલન કરવા માટે ધારાસભ્ય રોહિત પવારની ચીમકી

    1 day ago

    રાજ્યમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી), પોલીસ ભરતી અને નીટ પરીક્ષાઓમાં પેપર લીક થવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પારદર્શિતા પર સીધો મોટો પ્રશ્નાર્થ ચિહન ઊભો થયો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે ખુલાસો કર્યો છે કે એમપીએસસી દ્વારા લેવામાં આવેલી 'ડ્રગ ઇન્સ્પેક્ટર' ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હતું.'મહારાષ્ટ્રમાં પેપર લીકનું કાળું પ્રકરણ' શીર્ષક ધરાવતી પ્રેસ કોન્ફરન્સમાં પવારે કથિત પેપર લીક, વોટ્સએપ પરના પુરાવા અને એમપીએસસીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓની કાર્યપદ્ધતિ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે રાજ્ય સરકારને સીધી ચેતવણી પણ આપી છે કે જો આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી 10 દિવસમાં રસ્તા પર ઊતરીને નવી દિલ્હી જેવું ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રોહિત પવારના દાવા મુજબ, ડ્રગ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટેની પરીક્ષા 22 માર્ચ, 2026 ના રોજ યોજાઈ હતી. જોકે નંદુરબારમાં કૌટિલ્ય એકેડેમીના કેટલાક વિદ્યાર્થીઓને 20 માર્ચે જ, એટલે કે બે દિવસ પહેલાં જ પરીક્ષાના 90 ટકા પ્રશ્નો મળી ગયા હતા. "પૈસા ચૂકવ્યા પછી, સંબંધિત વ્યક્તિ વોટ્સએપ પર પ્રશ્નો મોકલતો અને બે-ત્રણ મિનિટમાં 'બધા માટે કાઢી નાખો' એમ કહેતો. જોકે, એક વિદ્યાર્થીએ ડાઉનલોડ કરેલા પ્રશ્નો તેના મિત્રને મોકલ્યા, જેના કારણે હવે અમારી પાસે આ છેતરપિંડીના ડિજિટલ પુરાવા છે," રોહિત પવારનો દાવો છે. રોહિતે આ કથિત કૌભાંડને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સીધું જોડીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "જો કોઈ વ્યક્તિ પૈસા આપીને અને કાગળો ખરીદીને 'ડ્રગ ઇન્સ્પેક્ટર' બને છે, તો શું તે પ્રામાણિકપણે કામ કરશે? તેનું પહેલું લક્ષ્ય રોકાણ કરેલા પૈસા પાછા મેળવવાનું રહેશે. થોડા દિવસો પહેલા, કફ સિરપને કારણે 22 બાળકોના મોત થયા હતા. આ જ અધિકારીઓ આવી દવાઓનું નિરીક્ષણ કરવાની જવાબદારી સંભાળે છે. ભ્રષ્ટ અધિકારીઓ લોકોના જીવન સાથે કેમ નહીં રમે?" એમપીએસસીના ચેરમેન અને કામગીરી પર પ્રશ્નો:રોહિત પવારે માત્ર પેપર લીકનો આરોપ જ નહીં લગાવ્યો, પરંતુ એમપીએસસીના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર પણ શંકાની સોય તાકી. તેમણે સીધા કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા: એમપીએસસીના વર્તમાન ચેરમેન કોના નજીકના છે? તેઓ કોના કોલેજ મિત્ર કે ઓએસડી હતા? તેમને કમિશનમાં લાવવા માટે કોણે ખરેખર આગ્રહ કર્યો હતો? જ્યારે તેઓ અગાઉ પરિવહન વિભાગમાં હતા ત્યારે તેઓ શેના માટે 'પ્રખ્યાત' હતા? હવે કમિશનમાં નિયુક્ત થયેલા લોકો પર કોઈ વિશ્વાસ રહ્યો નથી. તો પછી ઓનલાઈન પરીક્ષા શા માટે અને કોના ફાયદા માટે મુલતવી રાખવામાં આવી રહી છે? ‘કાર્ણિક કૌભાંડ’નું પુનરાવર્તન ઓનલાઈન પરીક્ષા પ્રણાલી સામે સખત વાંધો ઉઠાવતા, રોહિત પવારે તમામ એમપીએસસી પરીક્ષાઓ પહેલાની જેમ ‘ઓફફલાઈન’ રીતે લેવામાં આવે તેવી માંગ કરી. તેમણે ડર વ્યક્ત કર્યો કે જો સરકાર અને કમિશન આ પેપર લીક કૌભાંડ પર કાર્યવાહી નહીં કરે, તો રાજ્યમાં એક મોટું ‘કાર્ણિક કૌભાંડ’ અનિવાર્યપણે પ્રકાશમાં આવશે. “જો એમપીએસસી આ ગડબડ શોધી નહીં શકે, તો તે સરકારને ભારે કિંમત ચૂકવશે. નીટ પરીક્ષાના કિસ્સામાં શું થયું તે સરકારે જોયું છે. તેથી, જો આગામી 10 દિવસમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે પુણે અથવા મુંબઈમાં રસ્તાઓ પર ઉતરીશું અને એક મોટું જન આંદોલન કરીશું,” એમ રોહિત પવારે ચેતવણી આપી છે. સંબંધિતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાશે દરમિયાન મહારાષ્ટ્ર લોકસેવા આયોગના સચિવ મહેંદ્ર હરપાળકરે જણાવ્યું કે અન્ન અને ઔષધિ પ્રશાસન વિભાગના ઔષધ નિરીક્ષક (જૂથ- બી) ભરતી પરીક્ષામાં પેપર લીકની અમે ગંભીર નોંધ લીધી છે. પ્રાપ્ત પુરાવા અને નિવેદનોની ઊંડાણથી તપાસ કરીને સંબંધિતો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાશે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યનું ફાર્મા માર્કેટ 11708 કરોડે પહોંચ્યું:શહેરમાં 1 વર્ષમાં 58 કરોડની વજન ઘટાડવાની દવાઓ વેચાઈ, 5 વર્ષમાં 4 ગણું વેચાણ: સૌથી વધુ ₹515 કરોડની ડાયાબિટીસની દવાઓ વેચાઈ
    Next Article
    સિટી એન્કર:આવકવેરા અધિકારીઓએ સહાનુભૂતિથી અધિકારનો ઉપયોગ કરવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment