Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે સરકારી નિવાસસ્થાને બનાવ્યું પ્રાકૃતિક કિચન ગાર્ડન:જી.એચ. સોલંકીએ રસાયણમુક્ત શાકભાજી ઉગાડી સ્વસ્થ ગુજરાતનો સંદેશ આપ્યો

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ પોતાના સરકારી નિવાસસ્થાને પ્રાકૃતિક પદ્ધતિથી કિચન ગાર્ડન તૈયાર કર્યું છે. તેમણે આચ્છાદન, જીવામૃત અને દસપર્ણી અર્ક જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું છે. આ પહેલ દ્વારા કલેક્ટરે 'સ્વસ્થ ગુજરાત'ના સંકલ્પને મજબૂત બનાવ્યો છે અને ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા સંદેશ આપ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જમીનની ફળદ્રુપતા, પર્યાવરણની જાળવણી અને માનવ સ્વાસ્થ્ય માટે રાસાયણિક ખાતરો તથા કીટનાશકોથી મુક્ત સાત્વિક આહાર પૂરો પાડવાનો છે. રાજ્યના 'આત્મા' વિભાગ અને BRC (બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર) દ્વારા ખેડૂતોને જરૂરી જૈવિક સાધનો, તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. કલેક્ટર સોલંકીએ આ અભિયાનથી પ્રેરિત થઈને પોતાના નિવાસસ્થાને કિચન ગાર્ડન બનાવ્યું. તેમણે ઉનાળામાં ખરી પડેલા પાંદડાંનો 'આચ્છાદન' તરીકે ઉપયોગ કર્યો. દસાડા તાલુકાના કચોલીયા સ્થિત 'જય ભાણ BRC યુનિટ' ખાતેથી જીવામૃત અને ઘન જીવામૃત મેળવીને જમીનની ગુણવત્તા સુધારી. હાલમાં તેમના બગીચામાં રીંગણ, મરચી, ટામેટી, કોબી, ફુલાવર, હળદર અને રતાળુ જેવાં શાકભાજીનું પ્રાકૃતિક વાવેતર કરવામાં આવ્યું છે. પાકના રક્ષણ માટે 'દસપર્ણી અર્ક' અને 'બીજામૃત' જેવી કુદરતી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. કલેક્ટર જી.એચ. સોલંકીએ જણાવ્યું કે, "તંદુરસ્ત પરિવાર અને સ્વસ્થ સમાજ માટે સાત્વિક તથા પોષણક્ષમ આહાર અત્યંત જરૂરી છે." તેમણે પોતાના નિવાસસ્થાને પ્રાકૃતિક કૃષિનો પ્લોટ સફળતાપૂર્વક તૈયાર કર્યા બાદ જિલ્લાના ખેડૂતોને અનુરોધ કર્યો કે, તેઓ પોતાના ખેતરના અમુક ભાગમાં પરિવારની જરૂરિયાત પૂરતું પ્રાકૃતિક વાવેતર અવશ્ય કરે. તેમણે વધુમાં ઉમેર્યું કે, BRC સેન્ટર પરથી જીવામૃત, બીજામૃત અને દસપર્ણી અર્ક જેવા જૈવિક ઇનપુટ્સ મેળવીને સૌએ આ મહાઅભિયાનમાં જોડાવવું જોઈએ. આનાથી જમીનની ગુણવત્તા જળવાઈ રહેશે અને રાજ્યના દરેક નાગરિકને શુદ્ધ હવા-પાણી સાથે સાત્વિક ખોરાક મળી રહેશે. કલેક્ટરનું આ પ્રેરણાદાયી પગલું સમગ્ર જિલ્લા માટે પ્રાકૃતિક ખેતીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે નાગરિકો અને ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો ઉત્સાહ વધારશે.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા નાયબ કલેક્ટરની કાર્યવાહીથી ખેતરમાંથી પાણીનો નિકાલ:ભારે વરસાદથી ભરાયેલા પાણીથી પાક બચ્યો, પશુચારાની સમસ્યા હલ
    Next Article
    કાકરાપારમાં 15 પશુઓની ગેરકાયદેસર હેરાફેરી:બે આરોપીઓની ધરપકડ અને રૂપિયા 12 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment