Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા નાયબ કલેક્ટરની કાર્યવાહીથી ખેતરમાંથી પાણીનો નિકાલ:ભારે વરસાદથી ભરાયેલા પાણીથી પાક બચ્યો, પશુચારાની સમસ્યા હલ

    9 hours ago

    ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની ત્વરિત કાર્યવાહીથી થાનગઢ તાલુકાના વીજળીયા ગામના એક ખેડૂતના ખેતરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આનાથી પાકને વધુ નુકસાન થતું અટક્યું અને પશુઓ માટેના ચારાની સમસ્યા પણ હલ થઈ. વીજળીયા ગામના ખેડૂત મનસુખભાઈ માધાભાઇ સારદિયાએ ચોટીલા ખાતે યોજાયેલા સોમવારના મુલાકાતી દિવસે નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદને કારણે તેમના ખેતરમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. ખેડૂતે વધુમાં જણાવ્યું કે પાણીના કુદરતી નિકાલના વહેણને પડોશી ખેડૂત પ્રેમજીભાઈ ભોપાભાઈ ઝાલાએ અવરોધી દીધું હતું. આના કારણે ખેતરમાં વાવેલો પાક અને ઘાસ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા, જેનાથી ઢોર માટે ચારાની ગંભીર અછત સર્જાઈ હતી. મનસુખભાઈએ તાત્કાલિક ન્યાયની વિનંતી કરતા કહ્યું કે જો આ મામલો નિયમિત દાવા તરીકે મામલતદાર કોર્ટમાં જાય તો કેસ પૂરો થાય ત્યાં સુધીમાં પાક સંપૂર્ણપણે નાશ પામી શકે છે. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ પરિસ્થિતિની ગંભીરતા સમજી માનવીય અભિગમ અપનાવી તાત્કાલિક થાનગઢ મામલતદારને સ્થળ પર કાર્યવાહી કરવા સૂચના આપી. નાયબ કલેક્ટરની સૂચના મળતાં જ મામલતદારે અધિકારીઓની ટીમને સ્થળ પર મોકલી. ટીમે કુદરતી પાણીના વહેણમાં થયેલો અવરોધ દૂર કરાવી વરસાદી પાણીનો સફળતાપૂર્વક નિકાલ કરાવ્યો. આ ત્વરિત કામગીરીના પરિણામે ખેતરમાંથી પાણી બહાર નીકળતાં પાકને વધુ નુકસાનથી બચાવી શકાયો છે. ઘાસની કાપણી પણ શક્ય બનતાં પશુઓ માટે નીરણની વ્યવસ્થા થઈ શકી. અરજદાર ખેડૂતે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાઓનો સમયસર અને અસરકારક નિકાલ લાવવાનું ઉદાહરણ પૂરું પાડે છે.
    Click here to Read More
    Previous Article
    હવે BAMSનું પેપર લીક? વાઈરલ 12 પ્રશ્નોમાંથી 11 પૂછાયા:25 કોલેજમાં 2000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ 3 સભ્યોની તપાસ કમિટી રચી
    Next Article
    કલેક્ટરે સરકારી નિવાસસ્થાને બનાવ્યું પ્રાકૃતિક કિચન ગાર્ડન:જી.એચ. સોલંકીએ રસાયણમુક્ત શાકભાજી ઉગાડી સ્વસ્થ ગુજરાતનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment