Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે BAMSનું પેપર લીક? વાઈરલ 12 પ્રશ્નોમાંથી 11 પૂછાયા:25 કોલેજમાં 2000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ 3 સભ્યોની તપાસ કમિટી રચી

    15 hours ago

    દેશમાં NEETનું પેપર લીક થયા બાદ ઉઠેલો વિરોધનો વંટોળ હજી તો માંડ શાંત પડ્યો છે ત્યાં જ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BAMSની પરીક્ષાનું પેપર વોટ્સએપ પર લીક થયાના સ્ક્રીન શોટ ફરતા થયા છે. BAMSના ત્રીજા વર્ષ માટે લેવાયેલી શલ્ય તંત્ર-1નું પેપર 20 જુલાઈના રોજ લેવામાં આવ્યું હતું. જો કે, જે દિવસે પેપર હતું તે દિવસે જ વોટ્સએપ પર 12 સવાલો ફરતા થયા હતા જે પૈકીના 11 સવાલ આ પેપરમાં બેઠેબેઠા પૂછાયા હોવાનું પ્રાથમિક રીતે જોતા સામે આવ્યું છે. આ મામલો જૂનાગઢ આયુર્વેદિક કોલેજના પ્રોફેસર અને યુનિવર્સિટીના સ્કવોડ મેમ્બરના ધ્યાન પર 20 જુલાઈએ આવતા તુરંત જ યુનિવર્સિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.આ પેપર લીક થયું છે કે નહીં તેની તપાસ કરવા માટે યુનિવર્સિટી દ્વારા ત્રણ સભ્યોની તપાસ કમિટીની રચના કરી દેવામાં આવી છે. જે દિવસે પેપર હતું તે જ દિવસે વોટ્સએપ પર ફરવા લાગ્યું ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સંલગ્ન આર્યુવેદિક કોલેજોમાં ચાલી રહેલી BAMS (Bachelor of Ayurvedic Medicine and Surgery)ની પરીક્ષામાં 20 જુલાઈએ શલ્ય તંત્ર-1નું પેપર હતું.તે જ દિવસે વોટસએપ પર'ઈમ્પોર્ટન્ટ ટોપિક્સ'ના નામે મુદ્દાઓ વાઈરલ થયા હતા. જે 12 પ્રશ્નો વાઈરલ થયા હતા તેમાંથી 11 બેઠેબેઠા પરીક્ષામાં પૂછાયા હતા વિવાદ સર્જાયો છે. ‘આ બધુ તારા પૂરતું જ રાખજે, આગળ મોકલતો નહીં’ વાઈરલ મેસેજમાં મુદ્દાઓ પછી લખવામાં આવેલું છે કે, અમર કોલેજમાંથી સિલેક્ટ થઈ શલ્યના પેપર નીકળ્યા છે. તો આ ઈમ્પોર્ટન્ટ ટોપિક સરે આપ્યા છે. સાથે નોંધ પણ લખવામાં આવી છે કે, આ બધુ તારા પૂરતું જ રાખજે, આગળ મોકલતો નહીં. યુનિવર્સિટી સ્કવોડના ધ્યાનમાં આવ્યા બાદ યુનિવર્સિટીનું ધ્યાન દોરાયું જૂનાગઢ આયુર્વેદિક કોલેજના પ્રોફેસર અને યુનિવર્સિટી સ્ક્વોડના મેમ્બર ડો. અલ્પેશ જારસાણીયાએ જણાવ્યું હતું કે, 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્ક્વોડની જવાબદારી સોંપવામાં આવી હતી. હું જ્યારે જે-તે કોલેજ ખાતે તપાસ માટે ગયો ત્યારે બપોર પછી ત્યાંના એક ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે,વોટસએપમાં પરીક્ષાના મુદ્દાઓની કેટલીક વિગતો વાઇરલ થઈ રહી છે. તેમણે ધ્યાન દોરતાં જ મારા દ્વારા તાત્કાલિક તે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. મેં તે જ સમયે તરત જ અમારી યુનિવર્સિટીના પરીક્ષા સત્તામંડળ એટલે કે 'કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન'ને માહિતગાર કર્યા હતા કે, આવી બાબતો ધ્યાને આવી છે અને નીતિ-નિયમો અનુસાર આપણી કક્ષાએથી આ અંગેની ચકાસણી કરવાની રહે છે. જે શલ્ય તંત્ર-1નું પેપર હતું, ફેકલ્ટીએ મને બપોર પછી જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને તુરંત જાણ કરી દીધી હતી. પ્રશ્નપત્ર અને વાઇરલ થયેલા મુદ્દાઓ અંગે વાત કરીએ તો, પ્રશ્નપત્રમાં આપેલા કુલ 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો એ વાઇરલ થયેલા મુદ્દાઓમાંથી જ પૂછાયેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જોકે આ અંગે વધુ વિગતવાર અને ટેકનિકલ માહિતી વિષય નિષ્ણાત તેમજ યુનિવર્સિટી કક્ષાએથી જ મળી શકે છે, કારણ કે હું એ વિષયનો નિષ્ણાત નથી. પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્ક્વોડમાં હોવાના નાતે મેં સમયસર યુનિવર્સિટીને તમામ બાબતોથી અવગત કરી દીધા હતા. ત્રણ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરવામાં આવી આયુર્વેદિક યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એચ. પી. ઝાલાએ જણાવ્યું કે ​આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSના 'શલ્ય-1' વિષયનું પેપર 20 જુલાઈના સવારના સમયે યોજાયું હતું. સવારે 12:30 વાગ્યે આ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ સાંજના સમયે ઇનચાર્જ પરીક્ષા નિયામકને ફોન મારફતે જાણ કરવામાં આવી કે, મોબાઇલમાં મહત્વના પ્રશ્નો અને મુદ્દાઓ વાઇરલ થયા છે અને પેપર લીક અંગેનો દાવો કરવામાં આવ્યો છે.​આ રજૂઆત મળતા જ તંત્ર દ્વારા સત્યતા ચકાસવા માટે આગળની તપાસ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ નરેશકુમાર જૈને ત્રણ અધિકારીઓની તપાસ સમિતિની રચના કરી હોવાનું જણાવ્યું છે, જે સમગ્ર મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે અને કોઈની સંડોવણી કે ગુનાહિત કૃત્ય સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીના પ્રભારી પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ, હાલ પેપર લીકની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમિતિના વિગતવાર અહેવાલ બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. 25 કોલેજોમાં હાલ 2000 વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ દરમિયાન, યુનિવર્સિટી સંલગ્ન આશરે 25 કોલેજોમાં 2,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રને નુકસાન ન થાય તે માટે અન્ય વિષયોની પરીક્ષાઓ રદ કે મોકૂફ રાખવામાં આવી નથી. પરીક્ષાઓ 17 જુલાઈથી શરૂ થઈ છે અને 2 ઓગસ્ટ સુધી નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહેશે. પેપર લીકના કાયદા બાદ પણ કૌભાંડીઓ બેફામ ​રાજ્યમાં સતત બનતી આવી કૌભાંડી ઘટનાઓ સામે વધતા જતા જનઆક્રોશને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 2023માં 'ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા અંગેનું વિધેયક, 2023' પસાર કર્યું હતું. આ કાયદા હેઠળ પેપર લીક કે ગેરરીતિમાં સંડોવાયેલા ગુનેગારોને 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સખત કેદ અને રૂ. 10 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીના દંડની જોગવાઈ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગંભીર ઘટનાઓમાં કૌભાંડીઓની મિલકત ટાંચમાં લેવાની અને પરીક્ષાના થયેલા તમામ ખર્ચની વસૂલાત આરોપીઓ પાસેથી કરવાની સત્તા પણ તંત્રને આપવામાં આવી છે. કડક કાયદો હોવા છતાં BAMSનું પેપર ફરી લીક થતાં હવે એ જોવાનું રહેશે કે સરકાર અને યુનિવર્સિટી તંત્ર આ ઘટનામાં દોષિતો સામે શું અને કેવાં કડક પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યા બાલન વિના બનશે 'કહાની'!:ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મમાં યામી ગૌતમની એન્ટ્રી, સુજોય ઘોષ ફરી રચશે સસ્પેન્સનો જાદુ
    Next Article
    ચોટીલા નાયબ કલેક્ટરની કાર્યવાહીથી ખેતરમાંથી પાણીનો નિકાલ:ભારે વરસાદથી ભરાયેલા પાણીથી પાક બચ્યો, પશુચારાની સમસ્યા હલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment