Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકરાપારમાં 15 પશુઓની ગેરકાયદેસર હેરાફેરી:બે આરોપીઓની ધરપકડ અને રૂપિયા 12 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો

    7 hours ago

    કાકરાપાર પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. વ્યારા-ઘાટા રોડ પરથી એક ટાટા ટ્રકમાંથી 15ભેંસો મળી આવી હતી, જેની કિંમત આશરે રૂપિયા6 લાખ છે. પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીના આધારે કટાસવાણ ગામ, કેનાલ પાસે, વ્યારા-ઘાટા રોડ ઉપરથી GJ-16-Z-9749 નંબરની ટાટા ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાં ક્રૂરતાપૂર્વક ભરેલી 15 મોટી ભેંસો મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓમાં અખ્તરભાઈ રમજુભાઈ મકરાણી (ઉ.વ. 45, રહે. સેલંબા, જમાદાર ફળિયું, તા. સાગબારા, જી. નર્મદા) અને અકરમ નાથુ મુલતાની (ઉ.વ. 35, રહે. અંબાવ, મુલતાની ફળિયું, તા. માંગરોળ, જી. સુરત)નો સમાવેશ થાય છે. પોલીસે રૂપિયા 6,00,000ની 15ભેંસો, રૂપિયા 5,00,000ની ટાટા ટ્રક સહિત કુલ રૂપિયા 12, લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં પશુઓને ટ્રકમાં ભરાવી આપનાર અલ્તાફ સુલેમાન દિવાન અને ટાટા ટ્રક ગાડીના માલિક સલીમ ગુલામ દિવાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે સરકારી નિવાસસ્થાને બનાવ્યું પ્રાકૃતિક કિચન ગાર્ડન:જી.એચ. સોલંકીએ રસાયણમુક્ત શાકભાજી ઉગાડી સ્વસ્થ ગુજરાતનો સંદેશ આપ્યો
    Next Article
    मुकदमे वापस लेगी सरकार, रिहा होंगे जेन ज़ी, तेजस्वी की चेतावनी के बाद बिहार सरकार का फैसला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment