Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 'બોસકી ધ એમ્પાયર'ની કન્સ્ટ્રક્શન સાઈટ પર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી:10થી 15 શ્રમિકો દબાયાની આશંકા, મનપા કમિશનર અને ડેપ્યુટી CM કુડાસણ હાજર

    2 days ago

    ગાંધીનગરના કુડાસણ ખાતે રાત્રિના 9 વાગ્યા આસપાસ 'બોસકી ધ એમ્પાયર'ની કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં 15 વધુ શ્રમિકો કાટમાળમાં દટાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ચારથી પાંચ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ 'બોસકી ધ એમ્પાયર' ગ્રુપના બિલ્ડરનું નામ નિલેશ મોદી છે, જે પેથાપુર નગરપાલિકાના એક્સ પ્રમુખ હતા. નિલેશ મોદી તેમની દીકરી બોસ્કીના લગ્ન પ્રસંગે શિકાગો હોવાની વિગતો મળી છે. ઘટનાસ્થળની 4 તસવીરો ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ દોડી આવી હતી અને દટાયેલા લોકોને બહાર કાઢવા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી 100 ટન જેટલો બિલ્ડિંગનો કાટમાળ હટાવવો પડશે. આ સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવાઈ છે. ગાંધીનગર મનપા કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. આરોગ્યમંત્રી ગાંધીનગર સિવિલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે કુડાસણની બાંધકામ સાઇટ પર બનેલી ગંભીર દુર્ઘટનાને પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી તબીબી ટીમને તમામ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. તમામ તબીબોને હાજર રહેવા તેમજ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ રાખવા પણ આદેશ આપવામાં આવ્યા છે. સિવિલમાં ઈજાગ્રસ્તોની સ્થિતિની તસવીરો
    Click here to Read More
    Previous Article
    SD Appએ અનેકને રડાવ્યા, કૌભાંડ 635 કરોડથી વધી શકે:ભાસ્કર માસ્ટર માઇન્ડ ધવલ પટેલના ઘર-ઓફિસ પહોંચ્યું, વર્ચ્યુઅલ બેંક ઉભી કરી રાજસ્થાન-એમપી સુધી રેકેટ
    Next Article
    ગાંધીનગરમાં 'બોસકી ધ એમ્પાયર'ની કન્સ્ટ્રક્શન સાઈટ પર બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી:15 લોકોનું રેસ્ક્યૂ, 12 ઈજાગ્રસ્તો સિવિલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment