Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે આજે બેઠક મળી:કમિશનરે આજે જ તમામ વિભાગોને માહિતી કન્સલ્ટન્ટને સોંપી દેવા આપ્યા તાત્કાલિક આદેશ

    9 hours ago

    સુરત શહેરમાં ચોમાસા દરમિયાન સર્જાતી ખાડીપૂરની ગંભીર સમસ્યાના કાયમી અને વિજ્ઞાન આધારિત ટેકનિકલ ઉકેલો શોધવા માટે સુરત મહાનગરપાલિકાનું (SMC) વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે યોજાયેલી મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં ખાડીપૂર નિવારણ અંગે કેટલાંક મોટા નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા છે. જૂની કમિટીઓ વિસર્જિત ખાડીપૂર નિવારણ માટે અગાઉ સ્થાનિક સ્તરે બનાવાયેલી તમામ અલગ-અલગ સમિતિઓ અને વિશિષ્ટ ટાસ્ક ફોર્સને વિસર્જિત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા હવે બે નવી અને સક્ષમ કમિટીઓની રચના કરવામાં આવી છે, જેમાં એક રાજ્ય કક્ષાની સમિતિ અને બીજી સીટી લેવલની તપાસ સમિતિનો સમાવેશ થાય છે. અગાઉની તમામ સમિતિઓને આ નવી સિસ્ટમ સાથે સંપૂર્ણપણે મર્જ કરી દેવાઈ છે. LiDAR અને ડ્રોન ટેકનોલોજીથી થશે સર્વે આંતર-વિભાગીય સંકલન અને 5 દિવસની ડેડલાઇન મ્યુનિસિપલ કમિશનરે NHAI, DFCC, સિંચાઈ વિભાગ, GETCO, DILR, રેવન્યુ વિભાગ અને SUDA સહિતની તમામ સંસ્થાઓને આગામી 2 દિવસમાં પોતાની યુટીલીટી સર્વિસીસ, જમીનો, તળાવો અને નકશા સંબંધી તમામ વિગતો કન્સલ્ટન્ટ એજન્સીને પૂરી પાડવા કડક નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત, એરપોર્ટ ઓથોરિટી, પોલીસ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસેથી જરૂરી કાનૂની મંજૂરીઓ મેળવવા પણ સૂચના અપાઈ છે. કન્સલ્ટન્ટ એજન્સી પોતાની ટેકનિકલ ટીમ SMCના GIS સેલ ખાતે તૈનાત રાખીને આગામી 5 દિવસમાં ખાડીપૂર નિવારણનો પ્રાથમિક રિપોર્ટ રજૂ કરશે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં પ્રભારીમંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષસ્થાને બે મહત્વપૂર્ણ બેઠકો:રૂ.12.55 કરોડના 385 વિકાસ કામોને મંજૂરી, વરસાદથી અસરગ્રસ્ત માર્ગો અને શૈક્ષણિક માળખાની સમીક્ષા
    Next Article
    ચાંદીપુરા વાયરસનો પંજો વધુ મજબૂત:માણસા તાલુકાના ચરાડામાંથી ત્રીજો પોઝિટિવ કેસ આવતાં ફફડાટ, બાળકની હાલત ગંભીર; 50 ઘરોમાં સર્વે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment