Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠારા-ભેદી પાસે ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:લોડર, ડમ્પર અને ટ્રક સહિત રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    કચ્છ જિલ્લામાં કુદરતી ખનિજ સંપત્તિની થતી ગેરકાયદેસર ઉઠાંતરી અને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને અટકાવવા સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને નદી વિસ્તારોમાંથી સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરી તેનું પરિવહન કરવામાં આવતું હોવાની વારંવાર મળતી ફરિયાદોને પગલે ખાણ-ખનિજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અબડાસા તાલુકાના કોઠારા-ભેદી ગામ નજીક નદી વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજે રૂ.50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવતાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. માનનીય જિલ્લા કલેક્ટર, કચ્છના માર્ગદર્શન હેઠળ ભુજ સ્થિત મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી દ્વારા ખનિજ ચોરી અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત અધિકારીઓ દ્વારા ખાનગી વાહનનો ઉપયોગ કરીને અબડાસા તાલુકાના કોઠારા-ભેદી ગામને અડીને આવેલા નદી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને તેનું પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન અધિકારીઓએ ખનિજ ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતાં એક લોડર મશીન, એક ડમ્પર તથા એક ટ્રકને અટકાવી કબજામાં લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં આ વાહનો સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહન સાથે સંકળાયેલાં હોવાનું જણાતાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલા ત્રણેય વાહનોની અંદાજિત કિંમત સહિત કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારબાદ તમામ વાહનોને સીઝ કરી તેમની કસ્ટડી કોઠારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસારની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. કચ્છના નદી વિસ્તારોમાં ખનિજ ચોરી અટકાવવા તંત્રની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે તપાસમાં ગેરકાયદે ખનન પાછળ કોની સંડોવણી છે અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે સહિતની વિગતો સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    લાજપોર જેલમાં હત્યાના ગુનાના આરોપીનો ગળેફાંસો ખાઈ આપઘાત:ગઈકાલે કોર્ટે સજા સંભળાવી હતી, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો
    Next Article
    ગઢડાથી રાજકોટ માટે નવી બસ સેવા શરૂ:બસ મોટી કુંડળ અને બાબરા થઈને જશે; વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દર્દીઓને મળશે મુસાફરીની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment