Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં પ્રભારીમંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષસ્થાને બે મહત્વપૂર્ણ બેઠકો:રૂ.12.55 કરોડના 385 વિકાસ કામોને મંજૂરી, વરસાદથી અસરગ્રસ્ત માર્ગો અને શૈક્ષણિક માળખાની સમીક્ષા

    10 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા જિલ્લા સેવા સદનમાં પ્રભારીમંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકા આયોજન સમિતિ હેઠળ રૂ. 9.22 કરોડના 352 વિકાસ કાર્યો તેમજ નગરપાલિકા હેઠળ રૂ. 3.33 કરોડના 33 વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. આમ કુલ રૂ. 12.55 કરોડના 385 વિકાસલક્ષી કામોને મંજૂરી મળી હતી. સ્ટ્રીટ લાઇટ, ગટર, સી.સી. રોડ, પેવરબ્લોક, ડામર રોડ, એપ્રોચ રોડ, આર.ઓ. પ્લાન્ટ, નાળા-પુલિયા, સ્મશાન માટે કમ્પાઉન્ડ વોલ, પાણી પુરવઠો, આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણ જેવા જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના પ્રભારીમંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ફાળવાયેલી ગ્રાન્ટનો સમયસર ઉપયોગ થાય, વહીવટી મંજૂરીમાં વિલંબ ન થાય અને અગાઉ મંજૂર થયેલા વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, શાળાના ઓરડાઓ, આંતરિક માર્ગો અને અન્ય માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો હતો. બેઠકમાં અનુસૂચિત જાતિ યોજના હેઠળ રૂ. 19 લાખના વિકાસ કામો તેમજ તાલાલા, સૂત્રાપાડા, ઉના અને ગીરગઢડા તાલુકાઓના વિવિધ વિકાસ પ્રસ્તાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા. MPLADS અને નવી યોજનાઓની સમીક્ષા જિલ્લા આયોજન અધિકારી જે.કે. બગીયાએ વર્ષ 2026-27 માટેની નવી વિકાસ દરખાસ્તો, ખાસ પ્લાન યોજનાઓ, હેતુ અને સ્થળ ફેરફાર સહિતના વિવિધ મુદ્દાઓનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. MPLADS યોજના હેઠળ જિલ્લાના 265 કામોની સમીક્ષા દરમિયાન 179 કામ પૂર્ણ થયા હોવાનું અને 53 કામો પ્રગતિ હેઠળ હોવાનું જણાવાયું હતું. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટનો અસરકારક ઉપયોગ કરીને તમામ વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. વરસાદ બાદ રોડ, પુલ અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદને પગલે પુલો, રોડ-રસ્તાઓ અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે અલગ સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રભારીમંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને જર્જરિત શાળા અને આંગણવાડી ઇમારતોનું તાત્કાલિક સમારકામ કરવા તેમજ વરસાદથી અસરગ્રસ્ત માર્ગોને ઝડપથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી. અસરગ્રસ્ત પુલો પર સલામતીના પગલાં અને આંગણવાડી સુવિધાઓનો વિકાસ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલેએ હિરણ, સરસ્વતી અને રૂપેણ નદીઓ પર આવેલા કેટલાક પુલો સહિત વિવિધ બ્રિજોની સ્થિતિ અંગે માહિતી આપી હતી અને ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ સહિતના સલામતીના પગલાં અંગે વિગતો રજૂ કરી હતી. બીજી તરફ, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર પરેશ રાજપુરાએ જિલ્લામાં કાર્યરત 1,166 આંગણવાડી કેન્દ્રોની માહિતી આપતાં જણાવ્યું હતું કે પોતાના મકાન વિનાના 182 કેન્દ્રો માટે ટેન્ડરિંગ અને વર્ક ઓર્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 19 નવા આંગણવાડી મકાનોનું બાંધકામ વિવિધ તબક્કે ચાલી રહ્યું છે. બેઠકમાં જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, મત્સ્યોદ્યોગ વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની AAPની માંગ:યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીનું 48 કલાકનું અલ્ટીમેટમ, ‘રાજીનામું નહીં આપે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું’
    Next Article
    ખાડીપૂરના કાયમી ઉકેલ માટે આજે બેઠક મળી:કમિશનરે આજે જ તમામ વિભાગોને માહિતી કન્સલ્ટન્ટને સોંપી દેવા આપ્યા તાત્કાલિક આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment