Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પેપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની AAPની માંગ:યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીનું 48 કલાકનું અલ્ટીમેટમ, ‘રાજીનામું નહીં આપે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું’

    11 hours ago

    જામનગર જિલ્લાની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર લીક થયાના આક્ષેપોને લઈને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાજ્ય સરકાર સામે મોરચો મંડાયો છે. AAPના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પાસે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાની માંગ કરી છે અને સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. 48 કલાકમાં રાજીનામું નહીં તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન AAP યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, જો નિર્ધારિત 48 કલાકની સમયમર્યાદામાં શિક્ષણમંત્રીનું રાજીનામું નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે યુવાનોના હિત માટે લડતને વધુ આક્રમક બનાવવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. રાજ્યમાં 34થી વધુ પેપર લીક થયાનો આક્ષેપ બ્રિજરાજ સોલંકીએ સરકાર પર પ્રહારો કરતાં આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં ભૂતકાળમાં અલગ-અલગ વિભાગોમાં 34થી વધુ પેપર લીક થઈ ચૂક્યાં છે. વારંવાર થતી પેપર લીકની ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે રમકડાં થઈ રહ્યા છે. પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને આરોપીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. NEET કેસનો સંદર્ભ આપી નૈતિક જવાબદારીની માંગ તાજેતરમાં સમગ્ર દેશમાં ગાજેલા NEET પેપર લીક મુદ્દાનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, જે રીતે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે દેશભરમાં વિરોધ થયો હતો, તે જ રીતે ગુજરાતના શિક્ષણમંત્રીએ પણ આ ઘટનાની ગંભીરતા સમજીને સ્વૈચ્છિક રાજીનામું આપવું જોઈએ. AAP પ્રદેશ યુવા મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે આ લડાઈ આખરી તબક્કા સુધી લડશે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખનું સભ્યપદ રદ:ખોટા જાતિના દાખલાને પગલે મંજુલાબેન કોલી સામે કલેક્ટરની કાર્યવાહી, દોઢ વર્ષ અગાઉ વોર્ડ 4માં ચૂંટાયા હતા
    Next Article
    ગીર સોમનાથમાં પ્રભારીમંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષસ્થાને બે મહત્વપૂર્ણ બેઠકો:રૂ.12.55 કરોડના 385 વિકાસ કામોને મંજૂરી, વરસાદથી અસરગ્રસ્ત માર્ગો અને શૈક્ષણિક માળખાની સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment